Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

મવડી બાપાસીતારામ ચોક પાસે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો રાજેશ પકડાયો

ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ અમદાવાદનો કાળુ અને મુંબઇના દિવ્‍યેશની શોધખોળ

રાજકોટ તા. ૧૯: મવડી મેઇન રોડ પર બાપા સીતારામ ચોક પાસે ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ મવડી મેઇન રોડ પર બાપા સીતારામ ચોક પાસે એક શખ્‍સ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એમ. આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. વી. એસ. ડાભી, હેડ કોન્‍સ. અમીતભાઇ અગ્રાવત, કીરતસિંહ ઝાલા, કોન્‍સ. નગીનભાઇ ડાંગર, વાલજીભાઇ જાડા, તથા પ્રદિપસિંહ જાડેજા સહિતે મવડી મેઇન રોડ પર બાપા સીતારામ ચોક પાસે દરોડો પાડી મોબાઇલમાં આઇ.ડી. પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા રાજેશ વિષ્‍ણુભાઇ દેસાણી (રહે. કાલાવડ રોડ એવરેસ્‍ટ પાર્ક શેરી નં. ૪) ને પકડી લઇ ત્રણ મોબાઇલ સહિત રૂા. ૪૦ હજારનો મુદામાલ કબ્‍જે કર્યો હતો. તેની પૂછપરછમાં અમદાવાદનો કાળુ અને મુંબઇના દિવ્‍યેશનું નામ બહાર આવતા તેની શોધખોળ હાથ ધરી છે

(4:36 pm IST)