Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

કાલે ઇવનિંગ પોસ્‍ટના સભ્‍યો માટે સંગીત સંધ્‍યા-ભકિત ગીતો

રાજકોટઃ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા નિર્મિત અને સરગમ કલબ દ્વારા સંચાલિત ઇવનિંગ પોસ્‍ટ સીનીયર સિટીઝન પાર્કના સભ્‍યો માટે નવા વર્ષના કાર્યક્રમની શરૂઆત થઇ રહી છે પ્રથમ કાર્યક્રમ આવતી કાલે તા. ૧૯ના સાંજે ૭ વાગ્‍યે  હેમુગઢવી હોલ  ખાતે જૂના યાદગાર  ગીતો સાથે શ્રીનાથજીનાં ગીતોની ભક્‍તિ સંધ્‍યાનું આયોજન કરવામાં આવેલ છે. આ સાથે જ  ઇવનિંગ પોસ્‍ટના સભ્‍યોને એક એકથી ચડીયાતા કાર્યક્રમો માણવા મળશે. આ શ્રેણીમાં પહેલો કાર્યક્રમ મ્‍યુઝીકલ પાર્ટી સાથે શ્રીનાથજીના ગીતોની ભક્‍તિ સંધ્‍યા રાખવામાં આવી છે. આ કાર્યક્રમમાં નામાંકિત કલાકારો મન્‍સુર ત્રિવેદી પ્રસ્‍તુત મેલોડી કલર્સના નફિસ આનંદ(અમદાવાદ), શ્રીકાંત ઐયર, બિમલ શાહ, નીલેશ વસાવડા, સંજય પંડ્‍યા, અશ્વીની મહેતા, પ્રીતિ ભટ્ટ અને વર્ષા ઠકરાર વગેરે પોતાની કલા રજુ કરશે.

તમામ નવા સભ્‍યોને પોતાના આઈકાર્ડ સાથે લાવવું ફરજીયાત  છે. તેના વગર પ્રવેશ મળશે નહી. તમામ સભ્‍યોને આઇકાર્ડ કુરિયર મારફત મોકલાવી આપેલ છે. હજી જે સભ્‍યોએ ફી ભરવાની બાકી હોય તેને ઇવનિંગ પોસ્‍ટમાં રૂબરૂ સંપર્ક કરવો. આ કાર્યક્રમમાં જો કોઈ ગેસ્‍ટને આવવું હોય તો ૧૦૦ રૂપિયા ચાર્જ ભરવાનો રહેશે. 

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળા, મનસુખભાઈ મકવાણા, જયપાલસિંહ ઝાલાનો સહયોગ મળ્‍યાનું જણાવાયું છે.

(4:34 pm IST)