Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

રવિવારે પૂ. રણછોડદાસજી બાપુનો મહાસમાધી દિવસઃ સમુહપૂજન-મહાપ્રસાદ-પાઠનું આયોજન

 

રાજકોટ, તા., ૧૮:પૂ.શ્રી રણછોડદાસજી બાપુ આશ્રમ(શ્રી સદગુરૂ સદન ટ્રસ્‍ટ),રાજકોટ દ્વારા ૫ પૂ.શ્રી સદ્દગુરુદેવ ભગવાનશ્રી રણછોડદાસજી બાપુશ્રીનાં ૫૪(ચોપન)માં મહા સમાધિ દિવસ એટલે કે ચૈત્ર સુદ-૧૩,૧૯૭૦ માં,સુર્યા એપાર્ટમેન્‍ટ,બ્રિચકેન્‍ડી હોસ્‍પિટલની સામે, મુંબઈમાં પ.પૂ.શ્રી સદ્દગુરુદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રીએ આ માનવસળષ્ટિમાં તેઓએ કરેલા દિવ્‍ય માનવ સેવાનાં રાહતકાર્યો તથા માનવધર્મ સ્‍થાપિત કરીને દિવ્‍યજયોત રૂપી શરીર છોડીને સુક્ષ્મરૂપમાં બિરાજયા છે, આજે એટલે કે ચૈત્રસુદ-૧૩,૨૦૨૪ માં તેઓનાં મહાસમાધિના ૫૪ વર્ષ પૂર્ણ થાય છે.

આ ૫૪ માં મહાસમાધિ દિવસ એટલે કે ચૈત્ર સુદ-૧૩, ૧૯૭૦,રવિવારનાં રોજ ૨:૩૮ મિનિટે શરીર છોડેલ હતું. ૫.પૂ.શ્રી સદ્દગુરુદેવ ભગવાનશ્રી રણછોડદાસજી બાપુશ્રીએ લોકોનાં દુઃખ, કષ્ટ સહન કરવા ભગવાન તે ઈન્‍દોર કાષ્ટમૌન,તા. ૦૧/૧૦/૧૯૬૦ માં પોતાની અભિલાષા કહી છે જે મુજબ  હે પ્રભુ! મુઝે કોઈ શુભ ગતિકી ઈચ્‍છા નહી હૈ,ન મોક્ષકા મૂઝે ખ્‍યાલ હૈ. અષ્ટસિધ્‍ધી કો મૈં નહી ચાહતા,ઔર ન મૂઝે સ્‍વર્ગમેં વિશ્વાસ હૈ. મુઝે એક હી અભિલાષા હૈ કિ, જગતકે પ્રાણીમાત્ર કે કષ્ટ,દુઃખ મૈં ભોગ લું, ઉનકે દુઃખોકા નાશ હો, ઔર ઉનકે મનમેં સુખકી પ્રતીતિ હો. આવી ઉમદા ભાવના સાથે લોકોના દુઃખ,કષ્ટ સહન કરવા તેઓ મોક્ષ નથી ઈચ્‍છતા અને લોકોને સુખ મળે એ નિમિતે તેઓ ભગવાને પ્રાર્થના કરી છે.

આ મહાસમાધિ નિમિતે તા.ર૧ના રવિવારે  સવારે - ૯:૦૦ થી ૧૦:૩૦, પરમ પૂજયશ્રી સદગુરૂ દેવ ભગવાનશ્રીનું ષોડષોપચાર સમુહ પુજન, શ્રી રામરક્ષાસ્ત્રોત,અભિષેક,પ્રાર્થના, સ્‍વાધ્‍યાય અંતર્ગત શ્રી રામ સ્‍તવરાજ પાઠ શ્‍લોક, સમુહપાઠ તથા એક એક શ્‍લોક સાથે પુષ્‍પાજંલી.બપોરે ૧૧:૩૦ કલાકે, સારસ્‍વત બ્રાહ્મણ બ્રહ્મ ભોજન તથા સંત ભગવાન ભંડારો તથા દક્ષિણા, સ્‍થળ- સદગુરુ આશ્રમની અંદર, રાજકોટ. આ ભંડારાનાં દાતા દર્શનભાઈ નંદાણી તથા રીટાબેન નંદાણી તથા   પ્રકાશચંદ્ર ધીરજલાલ ઠકરારનાં સુપુત્ર ડો. મોનીલ પી.ઠકરાર દ્વારા સહભાગી થયેલ છે.

બપોરે ૧૨:૦૦ થી ૧:૩૦ સુધી ભોજનરૂપી શ્રી સદગુરૂ મહાપ્રસાદ સર્વ ધર્મપ્રેમીભાઈ-બહેનો માટે, પ.પૂ.શ્રી રણછોડદાસજી બાપુ આશ્રમની સામેનું ગ્રાઉન્‍ડ, આશ્રમ માર્ગ ખાતે વ્‍યવસ્‍થા કરાઈ છે.  બપોરે ૨:૪૫ કલાકે પૂજય શ્રી સદગુરૂદેવ ભગાવનશ્રીનું ચરણ પાદુકા પૂજન, બપોરે ૪ થી ૬ કલાકે શ્રી સુંદરકાંડના સમુહ પાઠ, સંગીતમયીશૈલીથી નિજ મંદિર હોલમાં કરવામાં આવશે.

તા. ર૧ ના રવિવારે સાંજે ૬ કલાકે નિજમંદીર હોલમાં સંગીતમય શૈલીમાં શ્રી રામચરીત માનસના અખંડ પાઠ થશે. સર્વ ધર્મ પ્રેમી ભાઇ-બહેનો તથા ગુરૂભાઇ-બહેનોને પરીવાર સહીત ઉપસ્‍થિત રહેવા શ્રી સદગુરૂ સદન ટ્રસ્‍ટ રાજકોટ (મો. ૯૫૮૬૩ ૦૮૧૭૮) દ્વારા અનુરોધ કરાયો છે.

(4:04 pm IST)