Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

પારેવાડા ગામમાં માતાજીના માંડવામાં મહિલાઓ, વૃધ્‍ધોને શહેર પોલીસની ‘શી' ટીમો દ્વારા માર્ગદર્શન

૧૦૦, ૧૮૧, ૧૯૩૦ સહિતના નંબરોનો ઉપયોગ કયારે કરી શકાય તે સહિતની માહિતી અપાઇઃ પીઆઇ આઇ.એન. સાવલીયાની રાહબરીમાં ટીમોની કામગીરી

રાજકોટઃ શહેર પોલીસની અલગ અલગ શી ( SHE) ટીમો દ્વારા મહિલાઓ, સિનીયર સિટીઝનમાં જાગૃકતા માટેના કાર્યક્રમો યોજાયા હતાં. પારેવાડા ગામે માતાજીના માંડવામાં બે હજાર જેટલા લોકો જેમાં મહિલાઓ, વૃધ્‍ધો હાજર હોઇ  મહિલા  શી  ટીમ, ઉત્તર વિભાગની શી  ટીમ  તથા  મિ વિભાગની  શી  ટીમે ત્‍યાં પહોંચી   શી  ટીમ  કેવી કામગીરી કરે છે તેની માહિતી તેમજ  ૧૦૦ નંબરની સેવા, સાઇબર  ફ્રોડ વિશે ઉપરાંત ફોન નંબર ૧૯૩૦, ૧૮૧ની સેવાઓનો ઉપયોગ કરી રીતે ક્‍યારે કરી શકાય તેની સમજ આપી હતી. આ ઉપરાંત ગ્રામ્‍ય વિસ્‍તારમાં સાયબર અવેરનેશનો કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોૈધરી, ડીસીપી પૂજા યાદવ, એસીપી આર. એસ. બારીયાની રાહબરીમાં મહિલા પોલીસ સ્‍ટેશનના પીઆઇ આઇ. એન. સાવલીયાના માર્ગદર્શનમાં શી ટીમના જાગૃતિબેન, નેહાબેન, ધારાબેન, સંગીતાબેન, પૂજાબેન, ઉર્મિલાબેન, બંસીબેન, પાયલબેન, મુક્‍તાબેન, અસ્‍મીતાબેન સહિતે આ કામગીરી કરી હતી

(3:57 pm IST)