Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

બેડીનાકા પાસે રાણીમા રૂડીમા મંદિરમાંથી ૮૬ હજારના ચાંદીના છત્તર ચોરનાર મહેન્‍દ્ર ઝડપાયો

ગોંડલથી રાજકોટ બે ચોરાઉ મોબાઇલ વેંચવા આવેલો શબ્‍બીર પણ સકંજામાં: થોરાળા પીઆઇ એન. જી. વાઘેલા, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, એએસઆઇ હિતુભા ઝાલા અને ટીમની કામગીરી :વિમલભાઇ, પ્રકાશભાઇ, સંજયભાઇની બાતમી

રાજકોટ તા. ૧૮: ચાર દિવસ પહેલા સોની બજાર નજીક બેડી નાકા ટાવર અંદરં આવેલા રાણીમા રૂડીમા મંદિરમાંથી ચાંદીના છતરની ચોરી થઇ હતી. આ બનાવનો ભેદ થોરાળા પોલીસે ઉકેલી એક શખ્‍સને દબોચી લઇ રૂા. ૮૧ હજારના છતર કબ્‍જે કર્યા છે. આ ઉપરાંત ગોંડલથી રાજકોટ બે ચોરાઉ ફોન વેંચવા આવેલા શખ્‍સને પણ પકડી લીધો હતો.

જાણવા મળ્‍યા મુજબ થોરાળા પોલીસ સ્‍ટેશન ડી. સ્‍ટાફની ટીમ મિલ્‍કત વિરોધી ગુના અટકાવવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. પ્રકાશભાઇ ખાંભરા, વિમલભાઇ ધાણજા અને કોન્‍સ. સંજયભાઇ અલગોતરને બાતમી મળી હતી કે સંત કબીર રોડ પર એક શખ્‍સ ચાંદીનો માલ ગાળવા માટે આવી રહ્યો છે અને તેણેચોકલેટી શર્ટ તથા બ્‍લુ જીન્‍સ પહેર્યુ છે. તેના આધારે વોચ રાખી સંત કબીર રોડ ગોકુલ પાનવાળી શેરી પાસેથી શકમંદને પકડી થેલી ચેક કરતાં ચાંદીના છત્તર જોવા મળ્‍યા હતાં. બીલ માંગતા ગલ્લા તલ્લા કર્યા હતાં. વિશીષ્‍ટ ઢબે પુછતાછ કરતાં તેણે આ છત્તર ચાર દિવસ પહેલા સોની બજારના રાણીમા રૂડીમા માંવિદરમાંથી ચોરી કર્યાનું કબુલ્‍યું હતું.

પુછતાછમાંપોતાનુ નામ મહેન્‍દ્ર રમેશભાઇ સનુરા (ઉ.૨૪-રહે. છોટાલાલ વાઘજીના ડેલા પાસે કેસરી પુલ) જણાવ્‍યું હતું. તેમજ પોતે છુટક મજૂરી કરતો હોવાનું અને પૈસાની જરૂર હોઇ છત્તર ચોરીલીધાનું રટણ કર્યુ હતું. આ શખ્‍સ પાસેથી ૧ કિલો ૮૦૦ ગ્રામ વજનના રૂા. ૮૦ હજારના છત્તર કબ્‍જે કરવામાં આવ્‍યા હતાં.

બીજી કામગીરીમાં એએસઆઇ હિતેન્‍દ્રસિંહ ઝાલા, હેડકોન્‍સ. પ્રકાશભાઇ ખાંભરા અને વિમલભાઇ ધાણજાની બાતમી પરથી ભાવનગર રોડ આરએમસી ઇસ્‍ટ ઝોન ઓફિસ પાસે  ચોરાઉ મોબાઇલ ફોન વેચવા આવેલા શખ્‍સ શબ્‍બીર ઉર્ફ રૂસ્‍તમ હબીબશા શાહમદાર (ઉ.૨૧-રહે. મોવૈયા રોડ, જકાતનાકા પાસે ગોંડલ)ને પકડી લઇ રૂા. ૫-૫ હજારના બે મોબાઇલફોન કબ્‍જે લેવાયા હતાં. આ બંને ફોન તેણે ચોરી કે છળકપટથી મેળવ્‍યા હતાં.

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોૈધરી, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસપી બી. વી. જાધવની સુચના અનુસાર થોરાળા પીઆઇ એન. જી. વાઘેલા, પીએસઆઇ જે. એમ. પરમાર, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, એએસઆઇ હિતેન્‍દ્રસિંહ એમ. ઝાલા, આર. એસ. મેર, હેડકોન્‍સ. પ્રકાશભાઇ ખાંભરા, હસમુખભાઇ નિનામા, વિમલભાઇ ધાણજા, જયદિપસિંહ જાડેજા, કોન્‍સ. સંજયભાઇ અલગોતર અને પ્રકાશભાઇ ચાવડાએ આ કામગીરી કરી હતી.

 

(3:55 pm IST)