Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

નાણાકીય યોધ્ધા એવોર્ડ સંપન્નઃ સંસ્થાઓના પ્રતિનિધિઓને સન્માનિત કરાયા

સ્વ. કીર્તિકુમાર કેશવલાલ રવાણી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન

રાજકોટ,તા.૧૮: સદગુરૃદેવ પરમ પૂજય શ્રી પારસમુનિ મહારાજ સાહેબના આશીર્વાદ અને પ્રેરણાથી સ્વ. કીર્તિકુમાર કેશવલાલ રવાણી ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા તાજેતરમાં નાણાંકીય યોધ્ધા એવોર્ડ ૨૦૨૪ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે મુખ્ય મહેમાન તરીકે વોઇસ ઓફ ડે ના એમ.ડી તથા ઓનર  કૃણાલભાઈ મણિયાર અને તેમના પત્ની મીરાબેન દોશી મણિયાર ઉપસ્થિત રહ્યા હતા, અરિહંત પરિવાર તથા મેહુલભાઈ રવાણી દ્વારા તેમનું સન્માન કરાયું હતું તેમજ અન્ય મહેમાનોમાં રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠ, ગોંડલ સંઘાણી સંપ્રદાયના પ્રમુખ અશોકભાઈ કોઠારી, શિવસેના ગુજરાત પ્રદેશ પ્રભારી જીમ્મીભાઈ અડવાણી, જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ વેસ્ટ ના પૂર્વ પ્રમુખશ્રી સુભાષભાઈ બાવીશી, જીવદયાપ્રેમી કેતનભાઇ સંઘવી, સંદીપભાઈ ગાંધી,  દક્ષેશભાઈ કોઠારી અને એન. જે. ઇન્ડિયા વેલ્થના પ્રશાંતભાઈ કક્કડ હાજર રહ્યા હતા. જેમને  સદગુરુદેવ પારસમુનિ મહારાજ સાહેબના આશીર્વાદ રૃપે ભગવાનની પ્રતિમા આપવામાં આવી હતી.

આ પ્રસંગે એચડીએફસી  મ્યુચ્યુઅલ ફંડના અમીત દોશી, આઇસીઆઇસીઆઇ મ્યુચ્યુઅલ ફંડના જીનેશ શેઠ,  આઇસીઆઇસીઆઇ મ્યુચ્યુઅલ ફંડના રવિ કાછેલા,  ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડના પ્રવીણચંદ્ર સુમેસરા,  એકિસસ મ્યુચ્યુઅલ ફંડના અમિષ ડોબરીયા તથા આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડના આશિષ પોપટ સહિતના મેમ્બરોનું શાહી સન્માન કરાયું હતું..

કાર્યક્રમની શરૃઆતમાં શબ્દોથી સ્વાગત અરિહંત ઇન્વેસ્ટમેન્ટ ના ફાઉન્ડર મેમ્બર સુભાષભાઈ બાવીશી દ્વારા કરાયું હતું, તેમજ આ કાર્યક્રમમાં બાળ કલાકારો હિર નિન્દ્રોડા એ રણછોડ રંગીલા ગીત પર અદ્બુત ડાન્સ રજૂ કર્યો હતો અને કિષ્નાનજનસિહ ચુડાસમા એ દેશભકિત અને ગુજરાતી સાહિત્ય પર ખૂબ જ સુંદર સ્પીચ રજૂ કરી હતી કાર્યક્રમનું રશાળ શૈલીમાં સંચાલન દેવજીભાઈ સંખાટ અને દ્રષ્ટિ સોલંકી એ કર્યું હતું.

મેહુલભાઈ રવાણી મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રમાં ૨૩ વર્ષોથી કાર્યરત રહીને ૧૬૦ કરોડથી વધુની એસેટ મેનેજ કરી રહ્યા છે.તેમણે સર્વે સિધ્ધીઓ મેળવવા બદલ શુભેચ્છા પાઠવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડોલીબેન રવાણી, વત્સલભાઈ રવાણી તથા અરિહંત ટીમના સીનીયર રાધિકા આડેસરા, દેવાંગ સતીયા, ક્રિષ્નાબેન પાબારી, ડોલી કોઠારી, ઉદય કંદોઈ, રવિ જીલકા તેમજ જૈન સોશ્યલ ગ્રુપ ના હર્ષદભાઈ મહેતા અને ધનેશ દોશી એ જહેમત ઉઠાવી હતી.

(3:15 pm IST)