Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

મોઢ વણિક જ્ઞાતિ દ્વારા રામ નવમી પારણા નિમિતે શનિવારે નાત-જમણ-ભકિત સંધ્યા

રાજકોટ તા. ૧૮: સમસ્ત મોઢ વણિક જ્ઞાતી રાજકોટ દ્વારા શ્રી રામ નવમીના પારણા ઉત્સવ નિમિતે સમગ્ર મોઢ વણિક જ્ઞાતી માટે નાત જમણવારનું તા. ર૦ ના શનિવારે સાંજે ૭ કલાકે બાલભવન રેસકોર્ષ ખાતે આયોજન કરવામાં આવેલ છે. સમગ્ર મોઢ વણિક જ્ઞાતીજનોને નાત જમણવારમાં પ્રસાદ લેવા સહપરિવાર નિમંત્રણ પાઠવાયું છે.

પ્રભુ શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા નગરીમાં આપણા સૌના આરાધ્ય દેવ શ્રી રામચન્દ્રજી ભગવાનના ભવ્ય-દિવ્ય મંદિરનું નિર્માણ થાય તેવું વર્ષોથી કરોડો ભારતવાસીઓનું સ્વપ્ન હતું. જે ગત રર જાન્યુઆરી ર૦ર૪ના શુભદિને સાકાર થયેલ છે. રામ લલ્લાના ઐતિહાસીક મંદિરનું નિર્માણ થયેલ છે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બદ પ્રથમ રામ નવમી આવી છે. ત્યારે રાજકોટ શહેરમાં વસતા સમગ્ર મોઢ વણિક જ્ઞાતીજનો માટે ઘણા વર્ષો બાદ, રાજકોટમાં રામ નવમીના ''પારણા નાત જમણવાર'' તેમજ ભકિત સંગીત સાથે ''ભકિત સંધ્યા''નું આયોજન કરવામાં આવેલ છે.

રામ નવમી પારણા ઉત્સવ પ્રસંગે મુખ્ય અતીથી વિશેષ પદે રમેશભાઇ જીવાણી, કિરીટભાઇ પટેલ, અરવિંદભાઇ શાહ, શૈલેષભાઇ શાહ, બીમલભાઇ કલ્યાણી, સુનિલભાઇ મહેતા, ધર્મેન્દ્રભાઇ મહેતા, આષિશભાઇ પટેલ, દિવ્યાંગભાઇ શાહ, નિરવભાઇ સી. મણિયાર, હરેનભાઇ આર. મહેતા, અમિતભાઇ આર. પટે ખાસ ઉપસ્થિત રહી પ્રોત્સાહિત કરશે.

કાર્યક્રમ સફળ બનાવવામાં મોઢ વણિક જ્ઞાતી અગ્રણી અનુપમભાઇ દોશી, રાજકોટ મોઢ વણિક મહાજન ટ્રસ્ટના પ્રમુખ ભાર્ગેશભાઇ વોરા, મોઢ વણિકમિત્ર મંડળના પ્રમુખ પ્રનંદભાઇ કલ્યાણી, મોઢ વણિક સમાજના પ્રમુખ ધર્મેશભાઇ શેઠ, મોઢ વણિક યુવા ગ્રુપના પ્રમુખ કિરેનભાઇ છાપીયા, મોઢ માતંગી પાટોત્સવના પ્રમુખ, શ્રેયાંશભાઇ મહેતા, મોઢ વણિક મહિલા સત્સંગ મંડળના પ્રમુખ ગીતાબેન અશ્વિનભાઇ પટેલ, સમસ્ત મોઢ વણિક મહિલા મંડળના પ્રમુખ પ્રતિમાબેન પારેખ કાર્યરત છે.

પ્રચાર-પ્રસાર સેવા અશ્વિનભાઇ પટેલ પુરી પાડેલ છે. આ કાર્યક્રમમાં પધારનાર પ્રથમ ૩૦૦ પરિવારને પરિવારદિપ એક વિષેશ ભેટ આપવામાં આવશે. આ માટે નિમંત્રણ પત્રિકા કાર્યક્રમ વખતે સાથે લાવવી જરૃરી છે. નાત જમણવારના ભોજન પાસ કાર્યક્રમના દિવસે સ્થળ પરથી આપવામાં આવશે.

વિશેષ માહિતી માટે કેતનભાઇ પારેખ મો. ૯૮રપ૭ ૦૯૯૬૬, દિપકભાઇ કલ્યાણી મો. ૮ર૩૮૬ ૪૬ર૪૩, સંજયભાઇ મણિયાર મો. ૯૩૭૪૧ ૭૧૧૧ર નો કોન્ટેક કરવો તેમ કેતનભાઇ મેસ્વાણીની યાદીમાં જણાવાયું છે.

(3:13 pm IST)