Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

રાજકોટમાં ભાજપના મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલયના પડદાઓ મધરાત્રે સળગાવ્‍યા ?

રાજકોટમાં ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર આવેલ રૈયા ટેલીફોન એક્‍સચેન્‍જ નજીકના ભાજપના મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલય ખાતે મોડી રાત્રે કોઇ બુકાનીધારી અજાણ્‍યા શખ્‍સે પડદાઓ સળગાવ્‍યાના અહેવાલો મળે છેઃ એવુ જાણવા મળ્‍યુ છે કે, ચોકીદાર કોઇ હીલચાલ જોઇ જતા દોડયા હતા અને આગને બુઝાવી નાખેલઃ દરમિયાન આ અજાણ્‍યો શખ્‍સ નાસી છૂટયો હતોઃ આ ગંભીર બાબત અંગે કોઇ મોટો વિવાદ ન સર્જાય તે માટે સત્તાવાર સંપૂર્ણ મૌન સેવાઇ રહ્યુ હોવાનું મનાવ છેઃ વિશેષ વિગતો મેળવાઇ રહી છે

(2:04 pm IST)