Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

કોર્પોરેશનમાં સહાયક કમિશ્નરથી લઇ મજુર સુધીની ૧૬પ૦ જગ્યાઓ ખાલી !

સેટ-અપ મુજબ જગ્યા ભરવા અને ખાનગી કોન્ટ્રાકટો બંધ કરવા મુખ્યમંત્રીને રજુઆત કરતુ પછાતવર્ગ કર્મચારી મંડળ

રાજકોટ, તા.૧૮ : મ્યુ.કોર્પોરેશનમાં ખાનગી કોન્ટ્રાકટ પધ્ધતીને કારણે મજુરથી લઇને આસિ. કમિશનર સુધીની કુલ ૧૬પ૦ ખાલી જગ્યાઓ નિયમાનુસાર ભરાવો. પછાત વર્ગ મ્યુનિસીપલ કર્મચારી મંડળે મુખ્યમંત્રી તથા મ્યુ. કમિશ્નરને રજુઆત કરી છે.

૧૯૭૩માં રાજકોટ નગરપાલિકાનું સરકારશ્રીનાં હુકમથી રાજકોટ મહાનગરપાલિકામાં રૂપાંતર થયું. ત્યારબાદ બી.પી.એમ.સી. એકટ ૧૯૪૯ હેઠળ તંત્ર કાર્યરત થયું ત્યારે મહાનગરપાલિકાનું ૬૯ ચો.કિ.મી. ક્ષેત્રફળ ધરાવતું હતું. ત્યારબાદ સને ૧૯૯૮માં રૈયા-નાનામૌવા - મવડી તેમજ સને ૨૦૧પ માં કોઠારીયા ગામ અને વાવડી ગામ રાજકોટ શહેરની હદમાં ભેળવવામાં આવતા કોર્પોરેશનનું ક્ષેત્રફળ ૧૨૯.૨૧ ચો.કિ.મી. થયુ છે અને હાલ રાજકોટ શહેરની વસ્તી આશરે ૨૦ લાખથી વધુની થયેલ છે, જેની સુખ-સુવિધાની જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાની થાય છે.

સને ૧૯૭૩થી રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર કાર્યરત થયેલ છે અને મહેકમ સેટ-અપ મંજુર થયેલ છે અને સને ૧૯૭૩થી આજદિન સુધીમાં શહેરનું ક્ષેત્રફળ બમણું વધેલ છે. સાથો-સાથ વસ્તી વધારો પણ થયેલ છે.  કોર્પોરેશનનાં ક્ષેત્રફળ અને કામગીરીનો વ્યાપ વધેલ છે તેની સરખામણીમાં કોર્પોરેશનનાં સ્ટાફનાં સ્ટ્રેન્થમાં વધારો થયેલ નથી. સને ૧૯૭૩થી મહેકમ સેટ-અપ મંજુર થયેલ છે. જેમાં જુદા-જુદા પગાર ધોરણવાળી ટેકનીકલ-નોન ટેકનીકલ જગ્યાઓ ૧૬પ૦ સેટ-અપ મુજબની ખાલી પડેલ છે. પરિણામે રાજકોટ મહાનગરપાલિકાનાં તંત્રનું વિકેન્દ્રીકરણ કરીને અઘતન ત્રણ ઝોન ઓફિસ તેમજ અન્ય પ્રોજેકટ શહેરનાં નાગરીકો માટે કરવા છતા આજે નોંધપાત્ર પ્રગતિ અને સુખ સુવિધા પ્રદાન કરી શકતુ નથી.

એટલુ જ નહિ આવશ્યક સેવાઓ ફાયર બ્રિગેડ શાખા-આરોગ્ય શાખા- સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા (સફાઇતંત્ર) - વોટરવર્કસ શાખા- રોશની શાખા વધારેમાં પણ ખાનગીકરણ કરીને કોન્ટ્રાકટ પ્રથા લાગુ કરી છે. જેની કામગીરી વખાણવા લાયક નથી અને કોર્પોરેશન ઉપર કાયમી  પગારદાર કરતા વધુ બોજો પડેલ છે.

તેમજ જુદા-જુદા વિભાગોમાં ખાનગીકરણ છે. આ રજુઆતમાં જણાવાયુ છે કે 'રાજકોટ મહાનગરપાલિકામાં ૪૨ જુદા-જુદા વિભાગોમાં સહાયક કમિશ્નરશ્રી થી મજુર સુધી જુદા-જુદા પગાર ધોરણવાળી ટેકનીકલ-નોનો ટેકનીકલવાળી ૧૬પ૦ જેટલી જગ્યાઓ રા.મ્યુ.કોર્પો.નાં મહેકમ સેટ-અપ મુજબની ખાલીજગ્યાઓ પડેલ છે. જેની માહિતી અધિકાર અધિનિયમ હેઠળ આપવામાં આવેલ માહિતી છે. આ પ્રથાથી રાજકોટ શહેરનાં લોકોની અપેક્ષા મુજબ માળખાગત કામગીરી થતી નથી અને મહાનગરપાલિકા ઉપર આર્થિક ભારણ વધુને વધુ થાય છે. મહેકમ સેટ-અપ મુજબની ખાલીજગ્યાઓ ભરીને ખાનગીકરણ પ્રથાને બંધ કરવી જ રૂરી જણાય છે. કોન્ટ્રાકટરો દ્વારા ખાનગી પ્રથાથી રાજકોટ મહાનગરનાં તંત્રને નુકશાન થાય છે.

ઉપરોકત તમામ બાબતો ધ્યાને લઇને ભારપૂર્વક જણાવવાનું કે, જુદી-જુદી શાખાઓમાં જુદા-જુદા પગાર ધોરણવાળી ખાલીજગ્યાઓ ઉપર મહાનગર પાલિકામાં ફરજ બજાવતા શૈક્ષણિક લાયકાત, અનુભવ ધરાવતા તેમજ સિનિયોરીટી મુજબનાં કર્મચારીઓને પરીપત્રથી ખાસ કિસ્સાઓ ધ્યાને લઇ પ્રમોશન (બઢતી) થી નિમણુંક આપવી જોઇએ

મહાનગરપાલિકામાં સેટ-અપ મુજબની ખાલીજગ્યાઓ વર્ષોથી ભરાતી ન હોવાને કારણે હાલમાં ફરજ બજાવતા કર્મચારી-અધિકારીઓને તેઓની હયાત કામગીરી ઉપરાંત વધારાની કામગીરીનો ચાર્જ આપવામાં આવે છે. તેમજ ચાર્જ એેલાઉન્સ આપવામાં આવે છે. આથી હવાલા પ્રથા અને ચાર્જ આપવાની પધ્ધતિનાં કારણે... અધિકારીઓની કર્મચારીઓની કામગીરીનું ભારણ વધતા અપેક્ષા મુજબનાં કામો થતા નથી, અને ફિકસ પગારથી ફરજ બજાવતા અને ખાનગી કોન્ટ્રાકટ પધ્ધતિથી કામ કરતા કર્મચારીઓ શોષણ ફરીયાદો સાથે કોર્ટમાં જાય છે તેનાથી હજારો બેકાર યુવાનોમાં નેગેટીવ મેસેજ જાય છે.

ઉપરોકત તમામ બાબતે રજૂઆત છે કે, કેન્દ્ર સરકાર-રાજય સરકાર દ્વારા તાજેતરમાં જુદા-જુદા વિભાગોમાં બેરોજગારને નોકરીની તક આપવા માટે ભરતીની પ્રક્રિયા આરંભવામાં આવેલ છે. જે બાબતને ધ્યાને લઇ સરકારશ્રી દ્વારા રાજકોટ મહાનગરપાલિકામાં ખાલી જગ્યાઓ વર્ષોથી પડેલ છે જેની ભરતીની પ્રક્રિયા શ રૂ કરે તેવા રાજકોટ મહાનગરપાલિકાના તંત્રને યોગ્ય આદેશ જારી કરે તેવી માંગ આવેદનમાં ઉઠાવાઇ છે.(૨૩.૧૦)

(4:27 pm IST)