Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

કાર્પેટ વેરામાં છબરડા....

ન્યુ રાજકોટમા બંગલાના વેરા ઘટયાઃ મકાનનાં વધ્યા !?

વાંધા અરજીના ઢગલા થવા માંડયાઃ મકાનની ઉમરના ફેકટરમાં ગોલ-માલની શંકાઓઃ કેટલાકને પાણીવેરો બાદ થઇ ગયો...: એક સરખા મકાનના વેરા જુદા-જુદા...!!!

રાજકોટ તા. ૧૮ : મ્યુ.કોર્પોરેશન દ્વારા નવી અમલમાં મુકવામાં આવેલી કાર્પેટવેરાની પધ્ધતીમાં હવે લોકોને વેરા મળવા લાગતા તંત્ર દ્વારા આકરણીમાં થયેલ છબરડાઓ બહાર આવી રહ્યા છે. અને વેરા વિભાગમાં વાંધા અરજીના ઢગલા થવા માંડયા છે.

મ્યુ.કોર્પોરેશનના વેરા વિભાગમાં જે વાંધા અરજીઓ મળી રહી છે. તેમાં ન્યુ રાજકોટના ૧પ૦ ફુટ રીંગ રોડ આસપાસના વિસ્તારની સોસાયટીઓના વેરા સામે વિરોધ જોવા મળી રહ્યો છે.

વાંધા અરજીઓમાં એવી ફરિયાદો ઉઠવા પામી છે. કે ''બંગલાઓમાં વેરા ઘટયા છેઅને નાનામકાનોના વેરા વધ્યા હોવાનું અનેક કિસ્સાઓ જોવા મળ્યા છે. અને ' અને મકાનની ઉપર એટલે મકાન કેટલા વર્ષ જુનુ છે ? તેના ફેકટરમાં ગોટાળને કારણે આવુ બની રહ્યું છે તેવી લોક ફરીયાદ ઉઠી છે.

દરમિયાન ન્યુ રાજકોટની એક આખી સોસાયટીમાં એક સરખાજ બાંધકામવાળા મકાનોની આકારણી જુદી-જુદી હોવાનું અને તેના કારણે વેરા પણ જુદા-જુદા આવ્યા હોવાની અને નળ કનેકશન હોવા છતાં બીલમાં પાણી વેરો બાદ થઇ ગયાની વાંધા અરજી પણ થઇ છે.

આમ મ્યુ.કોર્પોરેશનની કાર્પેટ વેરા આકારણીમાં અનેક છબરડા હોવાનું હવે બહાર આવવા લાગ્યું છે. ત્યારે વાંધા અરજીઓના ઢગલા પણ થવા લાગ્યા છે.

 

(4:27 pm IST)