Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

ભગવતીપરામાં મહાકાલેશ્વર મંદિરે શુક્રવારે મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને માતાજીનો માંડવો

રાજકોટ તા. ૧૮ : બજરંગ મિત્ર મંડળ અને જયપ્રકાશનગર દ્વારા શ્રી મહાકાલેશ્વર મહાદેવ તથા અવધપતિ શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ તેમજ માતાજીનો નવરંગો માંડવો તા. ૨૦ અને ૨૧ ના શુક્ર-શનિ યોજવામાં આવેલ છે.

આ અંગે વિગતો વર્ણવતા બજરંગ મિત્ર મંડળના આગેવાનોએ જણાવેલ કે શુક્રવારે બપોરે ર વાગ્યે શોભાયાત્રા, સાંજે ૪ વાગ્યે દેશશુધ્ધિ પ્રાયશ્ચિતકર્મ અને સાંજે ૪.૩૦ વાગ્યે યજ્ઞ આરંભ થશે. સાંજે ૭ વાગ્યે પંચનો માંડવો તેમજ બીજા દિવસે તા. ૨૧ ના શનિવારે સવારે ૭.૩૦ વાગ્યે ગણપતિ પૂજન, સવારે ૯ વાગ્યે ગૃહશાંતિ હવન, ૧૦ વાગ્યે પ્રધાન હોમ, ૧૧ કલાકે પ્રાણ પ્રતિષ્ઠા અને સાંજે ૪ વાગ્યે યજ્ઞ પૂર્ણાહુતિ થશે.

તા. ૨૧ ના સાંજે ૬ વાગ્યાથી મહાપ્રસાદ તેમજ રાત્રે ૯ વાગ્યે લોકડાયરો પણ આયોજીત કરાયો છે.

પ્રાણ પ્રતિષ્ઠાના આચાર્ય પદે શાસ્ત્રી વિશાલભાઇ બી. જોષી બીરાજશે. ધર્મપ્રેમીજનોએ મહોત્સવમાં જોડાવા મંદિરના મહંતશ્રી જયેશ ગીરીબાપુએ જાહેર અનુરોધ કરેલ છે. આ અવસરે સીધ્ધેશવર મહાદેવના શ્રી ભાવેશપરીબાપુ, કાળભૈરવના મહંત શ્રી મયુરબાપુ, રાજેશગીરી બાપુ, હસુગીરી બાપુ ઉપસ્થિત રહેશે.

તસ્વીરમાં આયોજન સમિતિના સર્વશ્રી રામદેવભાઇ ભેંસજારીયા, ભનુભાઇ જીંજરીયા, મનસુખભાઇ કુમરખાણીયા, ધુળાભાઇ સરવૈયા, રાજુભાઇ મજેઠીયા, પ્રવિણ કોબીયા, દીલીપ રાઠોડ, છગનભાઇ ધરજીયા, સુનિલ ઝાલા, સંજય ધરજીયા, અમકુ થરેચા, રાજેશ પનારા, જેન્તી ચાવડા, સુરેશ રંગપરા વગેરે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૭)

(4:25 pm IST)