Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

ચેક રીટર્નના કેસમાંથી છટકવા મનિષ સાંગાણીએ ખોટી ફરીયાદ કર્યાની વિપુલ સાયાણીની રજૂઆત

રાજકોટ, તા. ૧૮ : આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, આરોપી મનીષ પી. સાંગાણીની સામે, ઉછીની લીધેલ રૂપિયા બે લાખની રકમ ચૂકવવા ચેક આપેલ જે ચેક પરત થતા નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની જોગવાઈ મુજબ રાજકોટના જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ શ્રી ઘાસુરાની કોર્ટમાં ફરીયાદ દાખલ કરાયેલ અને સદરહુ ફરીયાદમાં આરોપીએ ગંભીર ગુન્હો કરેલ હોવાનું અને જવાબદારી માટેનો ચેક આપેલ હોય તે ચેક પરત થયેલ હોય અને કાયદાની જોગવાઈ મુજબ આરોપીનું કૃત્ય સજાને પાત્ર હોય જેથી તે જવાબદારીમાંથી છટકી જવા અને ફરીયાદમાં ફરીયાદી આગળ ન વધે ડર અને ભયથી ફરીયાદ પાછી ખેંચી લ્યે અને પોતે લીધેલી રકમ ચૂકવવી ન પડે તેવા હેતુથી મનીષ પી. સાંગાણીએ વિપુલ શાંતિલાલ સાયાણી વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરેલ અને પ્રસિદ્ધ કરાવેલ કે ૧૦% વ્યાજે આપેલી તેવા ખોટા ઉભા કરેલા આંકડાઓ દર્શાવી અને ફરીયાદ કરેલ. જેથી આ બાબતે વિપુલ શાંતિલાલ સાયાણીએ પોલીસ કમિશ્નરશ્રી, રાજકોટ સમક્ષ લેખિત ફરીયાદ આપી અને પોતાની વિરૂદ્ધ ખોટી ફરીયાદ કરી આરોપી મનીષ પી. સાંગાણીએ કરેલ ગુન્હામાંથી છટકી જવા પ્રયત્ન કરેલ છે. જેથી આ બાબતે ઝીણવટપૂર્વક તપાસ કરી અને આરોપીએ કરેલ ખોટી ફરીયાદ બદલ પગલા ભરવા અને ધોરણસર થવા માંગણી કરેલ છે. હાલ એક યા બીજી રીતે પ્રથમ પોતાની આર્થિક સ્થિતિના બહાના તળે રકમ ઉછીની મેળવી અને તે ન ચૂકવવા માટે આવા ખોટા પ્રયત્નો ખોટા હોય છે અને જેના ભોગ વિપુલ સાયાણી બનેલ છે અને સમાજમાં દાખલો બેસાડવા તેઓએ પણ સાચી હકીકત સાથે પોલીસ કમિશ્નર સમક્ષ ફરીયાદ કરેલ છે અને તે બાબતે કમિશ્નરશ્રીએ ખાત્રી આપી અને ખોટી ફરીયાદો કરનાર સામે ગંભીરતાથી કાર્યવાહી હાથ ધરશે તેવો વિશ્વાસ આપેલ છે.(૩૭.૧૨)

(4:15 pm IST)