Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

વોઇસ ઓફ લોયર્સ દ્વારા વકીલો માટે લીગલ સેમીનાર યોજાયોઃ કાનુની તજજ્ઞો દ્વારા માર્ગદર્શન

રાજકોટ તા.૧૮: વોઇસ ઓફ લોયર્સના પ્રમુખ ઇન્દ્રસિંહ ઝાલા તથા સેક્રેટરી વિશાલ ગોસાઇની યાદી જણાવે છે કે, વોઇસ ઓફ લોયર્સ ગ્રુપના એડવોકેટ મિત્રો માટે એક લીગલ સેમીનાર (કાનુની શીબીર) નું આયોજન તા. ૮/૪/૨૦૧૮ ને રવિવાર ના રોજ સવારે ૭.૪૫ થી બપોરના ૨.૦૦ વાગ્યા સુધી કે.જી. ધોળકિયા સ્કુલ, બાલાજી હોલ પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટના ઓડિટોરીયમમાં કરવામાં આવેલ હતું. જેમા વિશાળ સંખ્યામાં વકીલોએ સેમીનારનો લાભ લીધો હતો.

આ સેમીનારની શરુઆત પ્રાર્થનાથી કરવામાં આવેલ ત્યારબાદ દિપપ્રાગટ્ય કરવામાં આવેલ જેમાં સ્પીકર સર્વશ્રી નઝમુદીન મેઘાણી, બી.એચ.ઘાસુરા (સીનીયર સીવીલ જજ), એચ.પી.બક્ષી, (રીટા.ડિસ્ટ્રી.એન્ડ સેશન્સ જજ), તેમજ કોમર્શીયલ કોર્ટના જજશ્રી ઓડેદરા, એ.ડી.ડીસ્ટ્રી.જજ શ્રી ઠાકર, એડી. સીનીયર સીવીલ જજ આર.ડી. મહેતા, શ્રી ગઢવી, રાજકોટ બારના પ્રમુખશ્રી અનિલભાઇ દેસાઇ, એમ.એ.સી.પી. બારના પ્રમુખશ્રી રાજેશભાઇ મહેતા, મહિલા બારના પ્રમુખશ્રી લતાબેન જોશી, રેવન્યુ પ્રેકટીશ્નર બારના પ્રમુખશ્રી સી.એચ. પટેલ, ક્રીમીનલ બારના પ્રમુખશ્રી તુષાર બસલાણીયા, સીનીયર ઇન્કમટેક્ષ પ્રેકટીશ્નર શ્રીદક્ષેસભાઇ શાહ, રાજકોટ બારના સીનીયર એડવોકેટ સર્વશ્રી જયદેવભાઇ શુકલ, ટી.બી.ગોંડલીયા, રામદેવસિંહ ઝાલા, હરેશ દવે, નરેશ દવે, ધર્મેશ લાડવા, હેમંત ભટ્ટ, આર.ડી.ઝાલા, હિતેશ મહેતા,  રાકેશ ગોસ્વામી, યોગેશ ઉદાણી, મયંક પંડયા, કોૈશિક પંડયા, રૂપરાજસિંહ પરમાર તેમજ આ લીગલ સેમીનારમાં પાર્ટીશીપેટ થયેલ ૪૦૦ એડવોકેટ ભાઇ-બહેનો હાજર રહી કાનુની તજજ્ઞોનો લાભ મેળવેલ હતો.

આ લીગલ સેમીનારના સ્પીકરોએ પોતાની વિવિધ કાયદાઓના જ્ઞાનની ઓનરરી સેવા આપેલ જેમાં બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ, સી.આર.પી.સી. તથા બેઇલ સંબંધિત કાનુનિ માર્ગદર્શન ગુજરાતમાં ખ્યાતિ મેળવનાર શ્રી નઝમુદીન મેઘાણી  (સીનીયર એડવોકેટ તથા લેખક) શ્રી બી.એચ. ઘાસુરા (સીનીયર સીવીલ જજ) તથા શ્રી એચ.પી.બક્ષી (રીટા.ડીસ્ટ્રી.એન્ડ સેશન્સ જજ) દ્વારા આપવામાં આવેલ.

આ લીગલ સેમીનારના સફળ આયોજનમાં સર્વશ્રી ઇન્દ્રસિંહ ઝાલા, વિશાલ ગોસાઇ, જે.બી. શાહ, અમીત વેકરીયા, કેતન મંડ, જીતેન્દ્ર પારેખ, જયેન્દ્ર ગોંડલીયા, અમીત વ્યાસ, મેહુલ મહેતા, નિલેશ અગ્રાવત, સંદિપ વેકરીયા, અભિષેક શુકલ, રાજેશ જલુ, હર્ષદ બારૈયા, ભાવિન બારૈયા, જયવીર બારૈયા, દિલીપ ચાવડા, મહેન ગોંડલીયા, રાજેશ ડાંગર, જય શુકલ, ભાવેશ રંગાણી, ભગીરથ ડોડીયા, રવિ, વાઘેલા, ડી.બી. બગડા, રીધમ ઢોલરીયા,કોૈશલ વ્યાસ, હીરેન ગજ્જર, અજય ચાંપાનેરી, આનંદ જોષી, ધર્મેશ મહેતા, વિજય ગજેરા, પ્રવિણ સોલંકી, ધ્રુવ કારીયા, નિશાંત જોશી, કિશન હરણેંસા, જીજ્ઞેશ સખીયા, ધર્મેશ સખીયા, પ્રિયંક ભટ્ટ, એ.કે. જોશી, ભાવિક આંબલીયા, વિવેક ધનેશા, હસમુખ ગોહેલ, અશોક ડાંગર, પ્રકાશ પરમાર, અર્જુન પટેલ, પરેશ મારૂ સહિતના એડવોકેટોએ જહેમત ઉઠાવેલ હતી. આ કાર્યક્રમમાં જે સ્પીકરોએ ઓનરરી સેવા આપેલ તેઓનું મોમેન્ટો આપી વોઇસ ઓફ લોયર્સના કાર્યક્રરો દ્વારા સન્માનિત કરવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમનું એન્કરીંગ રાજકોટ બારના સીનીયર એડવોેકેટ અર્જુન પટેલે કરેલ હતું.(૧.૨૧)

(4:14 pm IST)