Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

મોટી ટાંકી ચોકમાં ટેલિફોન રોમીયોને છટકુ ગોઠવી પકડી લઇ બેફામ ધોલધપાટ

જુનાગઢની મહિલાને રોંગ નંબર લાગી ગયા બાદ ચારેક દિવસથી હેરાન કરતો'તોઃ પટેલ શખ્સને પોલીસ મથકે લઇ જવાયોઃ ભુલ થઇ ગયાનું કહી હાથ જોડી પોક મુકી

રાજકોટઃ શહેરમાં રહેતાં એક પટેલ શખ્સે કોઇને નંબર જોડતાં એ નંબર ખોટી જગ્યાએ ડાયલ થઇ જતાં અને સામે છેડેથી મહિલાએ હેલ્લો બોલતાં જ લાળ ટપકાવવાનું શરૂ કરી છેલ્લા ચારેક દિવસથી તેણીને અવાર-નવાર ફોન કરી રોમીયોગીરી શરૂ કરી હતી. વાતચીત દરમિયાન આ શખ્સે પોતે મળવા ઇચ્છે છે તેમ પણ જણાવતાં મહિલા ત્રાસી ગઇ હતી અને પોતાના ઘરના સભ્યોને જાણ કરી હતી. જુનાગઢની આ મહિલાએ છટકુ ગોઠવી પોતે પણ મળવા માંગે છે તેવી વાત કરી હતી અને પુરૂષ સભ્યોને લઇને આજે બપોરે રાજકોટ મોટી ટાંકી ચોકમાં પહોંચી ગઇ હતી. વાતચીત થયા મુજબ ટેલિફોન રોમીયો લાલ રંગનો શર્ટ પહેરીને આવ્યો હતો અને મહિલા સમક્ષ પોતે જ ફોનમાં વાત કરતો હોવાનું કહ્યું હતું. એ સાથે જ કાર પાછળ છુપાઇને ઉભેલા તેના પરિવારજનો આવી ગયા હતાં અને તેને દબોચી લઇ બેફામ ધોલધપાટ શરૂ કરી દીધી હતી. જોતજોતામાં લોકોનું ટોળુ ભેગુ થઇ ગયુ હતું અને છેડતીનો મામલો હોવાની ખબર પડતાં ટોળામાંથી પણ કેટલાકે ઘુસ્તા-પાટા કરી લીધા હતાં. માર પડતાં જ રોમીયોમાંથી ગરીબડો થઇ ગયેલો આ શખ્સ હાથ જોડી માફી માંગવા માંડ્યો હતો. બાદમાં તેને પોલીસ મથકે લઇ જવાયો હતો. ત્યાં પણ તેણે હાથ જોડી મોટી ભુલ થઇ ગયાનું કહી પોક મુકી હતી. તસ્વીરમાં રોમીયો ટુવ્હીલર પર આવ્યો એ દ્રશ્ય, મહિલાના પરિવારજનોએ દબોચ્યો અને બાદમાં ટોળામાં ધોલધપાટ થઇ તે સીસીટીવી ફૂટેજના દ્રશ્યો જોઇ શકાય છે (૧૪.૧૪)

(4:12 pm IST)