Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

પાણી ચોરી કરનાર સામે પાની લાલઘુમઃ ૧૦૦ ઝડપાયાઃ ર લાખનો દંડ

ડાયરેકટ પમ્પીંગ કરતા ૯૬ ઝડપાયાઃ ૪૬ મકાન ધારકોની મોટર જપ્તઃ ૧૪ ગેરકાયદે ભૂતિયા નળ કનેકશન પકડાયાઃ પાણીનો બગાડ કરનારને ર૫૦-રપ૦ નો દંડ

રાજકોટ : કોર્પોરેશન દ્વારા શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા ગેરકાયદેસર ભૂતિયા નળ કનેકશન જોડાણ, ડાયરેકટ પમ્પીંગ, મોટર દ્વારા પાણી ખેંચતા મોટર જપ્તી પાણીનો બગાડ વિગેરેની ચેકિંગ ઝૂંબેશ ચલાવવા વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે આ ટીમો દ્વારા રાજકોટ શહેરના ત્રણેય ઝોન ઇસ્ટ વેસ્ટ ઝોન અને સન્ટ્રલ ઝોનમાં રાજકોટ મહાનગર પાલિકાની ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ ઝૂંબેશ દરમ્યાન ૬ દિવસમાં કુલ ૧૪ ગેરકાયદેસર ભૂતિયા નળ કનેકશન પકડવામાં આવેલ હતા ડાયરેકટ પમ્પીંગ કરતા ૯૬ કિસ્સા સામે આવેલ હતા ૪૬ આસામીઓ સામે મોટર જપ્તી અને નોટીસ જેવા પગલા લેવામાં આવેલ હતા. ત્રણેય ઝોનમાં દંડ પેટે કુલ રૂ. ૧,૯૯,પ૦૦ ની રકમ વસુલ કરવામાં આવેલ હતી જેમાં પાણીનો બગાડ કરતા આસામીઓ પાસેથી અઢીસો અઢીસો રૂપિયા લેખે વસુલ કરવામાં આવેલા કુલ રૂ.૧૬,પ૦૦ નો પણ સમાવેશ થાય છે.(૬.૧૯)

(4:11 pm IST)