Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

આલ્ફ્રેડ હાઇસ્કુલમાં નિર્માણ પામી રહેલ 'મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્ર'ની સ્થળ મુલાકાતે પદાધિકારીઓ-અધિકારીઓ

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધી વિદ્યાલય (આલ્ફ્રેડ)માં મહાત્માં ગાંધી અનુભૂતિ કેન્દ્ર બનાવવાની કામગીરી ચાલુ છે. ગઇકાલે મુલાકાત લેતા મેયર ડો. જૈમન ઉપાધ્યાય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિપલ કમિશનર બંછાનિધિ પાની, બાંધકામ સમિતિ ચેરમેન મુકેશભાઇ રાદડિયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, ડે.કમિશનર  જાડેજા , શ્રી સી.કે.નંદાણી , સિટી એન્જીનીયર ચિરાગભાઇ પંડ્યા, ડે.એન્જીનીયર પ્રદીપ ભટ્ટ, રોશની વિભાગના દેથારીયા વિગેરે ઉપસ્થિત રહેલ. મહાત્મા ગાંધી અનુભુતિ કેન્દ્રની કામગીરી જડપથી પુર્ણ થાય તેમજ કામગીરી અંતર્ગત ચર્ચા વિચારણા કરવામાં આવેલ અને જરૂરી સુચનો કર્યા હતા.(૨૮.૬)

(4:08 pm IST)