Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

ઓચિંતો પાણી કાપ શુક્રવારે પાંચ વોર્ડ તરસ્યા રહેશે

મેઇન્ટેનન્સ માટે ન્યારી ફીલ્ટર હેઠળના વોર્ડ નં.૮- ૧૦ - ૧૧ - ર અને ૭ના અડધા વિસ્તારોને પાણી નહી મળે

રાજકોટ તા. ૧૮ : શહેરીજનો ઉપર વધુ એક વખત ઓચિંતો પાણી કાપ ઝિંકવાનો નિર્ણય મ્યુ.કોર્પોરેશનના તંત્ર વાહકોએ લીધો છે અને આગામી શુક્રવારે શહેરના પાંચ વોર્ડમાં પાણી વિતરણ બંધ રાખવાની સતાવાર જાહેરાત કરી છે. આ અંગે વોટર વર્કસ વિભાગના કાર્યપાલક ઇજનેરની સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ ''ન્યારી ફીલ્ટર પ્લાન્ટ તથા સોજીત્રાનગર હેડવર્કસના પાણના ટાંકાઓમાં સફાઇ તથા મેઇન્ટેનન્શની કામગીરી માટે  આગામી તા.ર૦ને શુક્રવારે વોર્ડ નં.૮,૧૦, ૧૧, ર,૭ ના અર્ધા વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે જેની જાહેર જનતાએ નોંધલેવી.

 

(3:50 pm IST)