Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

જાહેરનામાનો ભંગ કરવા અંગે ઇન્દ્રનીલ રાજયગુરૂ જસવંતસિંહ ભટ્ટી, જીતુ ભટ્ટ સહિત પાંચને કોર્ટનો દંડ

રાજકોટ તા. ૧૮: આજથી પાંચેક વર્ષ અગાઉ રાજકોટમાં જાહેરનામાનો ભંગ કરીને પુતળા દહન કરવા અંગેના એક ગુનામાં અદાલતે દરેકને રૂ. પ૦૦-પ૦૦ નો દંડ ફટકાર્યો હતો. જયારે ઇન્દ્રનીલ રાજયગુરૂએ પાસપોર્ટ પરત મળવા કાર્યવાહી કરતાં તેઓને કોર્ટે ર૦ હજાર જમા કરવા આદેશ આપ્યો હતો. આ અંગેની વિગત એવી છે કે, ઉપરોકત કોંગી અગ્રણીઓ દ્વારા જાહેરનામાની કલમ ૧૮૮નો ભંગ કરી પુતળા દહન કર્યું હતું. જે અંગે પોલીસે અટકાયત કરીને કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યું હતું.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, જસવંતસિંહ ભટ્ટી, જીતુભાઇ ભટ્ટ, બીપીન વ્યાસ (કોર્પોરેટર), સંજયભાઇ વ્યાસ તથા ઇન્દ્રનીલ રાજયગુરૂ વિગેરે સામે જાહેરનામાના ભંગનો કેસ થયેલ હતો. ઉપરોકત કોંગી અગ્રણીઓ પૈકીના જસવંતસિંહ વિગેરે સામે જાહેરનામાના ભંગ અંગેના બીજા ઘણાં કેસો પણ ચાલી રહ્યા છે. તે પૈકીના એક કેસમાં અદાલતે કોંગી અગ્રણીઓને રૂ. પ૦૦-પ૦૦નો દંડ ફટકાર્યો હતો. (૭.ર૧)

(2:48 pm IST)