Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

આ બે થાંભલા... કોકની 'જાન' લે પહેલા દૂર કરો...!!

રાજકોટ : મવડી રોડ બાયપાસ-રામધણની બાજૂમાં આવેલ સત્યમ પાર્ક સોસાયટી-સર્વોદય સ્કુલ તરફના રસ્તે વીજ તંત્રના બે મોટા થાંભલા, રસ્તાની વચ્ચો વચ્ચ ઉભા કરી દેવાયા છે, આ અંગે ઉપરોકત સોસાયટીના રહેવાસીઓએ કોર્પોરેશન તથા વીજ તંત્રને અવારનવાર રજૂઆતો કરી છે, પરંતુ બહેરૂ તંત્ર કાંઇ સાંભળતુ જ નથી, અને જોતુ પણ નથી... રહેવાસીઓ પુછે છે કે, આ થાંભલાથી કોઇની જાન જાય કોઇને અકસ્માત નડે તે પહેલા દૂર થશે કે પછી હજુ પણ અરજીઓ - માંગણીઓ બહેરા કાને અથડાશે. લતાવાસીઓએ ઉમેર્યુ હતું કે આ રસ્તા ઉપર સ્કુલના વિદ્યાર્થીઓની વિશેષ અવર જવર રહે છે, રાહદારીઓ પણ હેરાન-પરેશાન થઇ ગયા છે, વીજ પ્રવાહ સતત ચાલુ હોય, ગંભીર અકસ્માતનો ભય ઉભો થયો છે, કોર્પોરેશનને કરાયેલ અરજીમાં થાંભલા નંબર પણ અપાયા છે, તાકીદે યોગ્ય કરવા માંગણી ઉઠી છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)(પ.૧૯)

(2:47 pm IST)