Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

શુકનવંતા અવસરે ઝવેરીબજારમાં ખરીદીનો ધમધમાટ

સવારથી જ ગ્રાહકોની ચહલપહલઃ સોનાના દાગીના - ડાયમંડ જ્વેલરી અને સોના-ચાંદીના સિક્કાની વધી માંગઃ સાંજથી ધૂમ ખરીદી

રાજકોટ તા. ૧૮ : આજે અક્ષય તૃતીયાના અવસરે અનેકવિધ શુકનવંતા માંગલિક કાર્યો થઇ રહ્યાં છે ગૃહ પ્રવેશ,ઉદ્ઘઘાટન અને ખરીદીનો અનેરો મહિમા છે અક્ષય તૃતીયા સ્વયં સિદ્ઘ મુહૂર્ત મનાય છે આ દિવસે મુહૂર્ત જોવાની આવશ્યકતા નથી વણજોતું મુહૂર્ત મનાતા આ શુકનવંતા દિવસે કરેલી ખરીદી ક્ષય થતો નથી તેવું શાસ્ત્રોકત કથન છે આજના દિવસે વિવિધ બજારો સાથે ઝવેરી માર્કેટમાં ખરીદીનો ધમધમાટ સર્જાયો છે આજ સવારથી જ ગ્રાહકોની ચહલ પહલ શરૂ થઇ હતી અને શુકનવંતી ખરીદી માટે ગ્રાહકો ઉમટ્યા હતા.

   શુકનવંતી ખરીદીના ધમધમાટ વચ્ચે ઝવેરી બજારના વિખ્યાત એવા રાધિકા જવેલર્સવાળા અશોકભાઈ ઝીંઝુવાડિયા જણાવે છે કે આજના શુકનવંતા અવસરે સવારથી જ ગ્રાહકો ઉમટી રહ્યાં છે અને ખરીદી કરી રહ્યાં હતા સોની બજારમાં વિવિધ ડિઝાઈનનું વિશાળ કલેકશન સાથે જવેલર્સ સજ્જ છે.

અશોકભાઈ વધુમાં જણાવે છે કે આજે સવારથી ખરીદીનો માહોલ જમ્યો છે ગ્રાહકો મોટાભાગે હળવા વજનના આભૂષણોની ખરીદી વધી છે શુકનવંતા અવસરે આજે સાંજથી ખરીદીમાં વધારો થવાની ધારણા છે.

રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો,ના સભ્ય જવેલર્સ દ્વારા અક્ષય તૃતીયા નિમિતે સોમવારથી સોનાના ઘરેણાંની ૧૦ ગ્રામની ખરીદીમાં મજૂરીમાં ૧૨૫૦દ્ગફ્રત્ન વિશેષ વળતર અને ડાયમંડ જવેલરીના મેકિંગ ચાર્જમાં ૫૦ ટકાનું ડિસ્કાઉન્ટ ઓફર કરાઈ રહયું છેજેને સારો પ્રતિસાદ મળી રહયો છે.

ઝવેરી બજારમાં ગ્રાહકો માટે મનમોહક ડીઝાઇનની એન્ટીક જવેલરી, ટ્રેડીશનલ તેમજ ફેન્સી આભૂષણો ઉપરાંત ડાયમંડ જવેલરી પણ ઝગમગી રહી છે. આ ઉપરાંત પ્રેઝેન્ટેશન, ગીફટ આર્ટીકલ અને લગ્ન પ્રંસગ માટે બ્રાઈડલ જવેલરીની વિશાલ રેંજ જોવા મળે છે હાઇવેટ અને લાઈટવેટ જવેલરીના કલેકશનમાં હળવા વજનના બુટી, બાલી, વીટી  પેન્ડલ, રંગ બેરંગી મીનાકારી અને નંગ ડાયમંડની  કાનની લટકણ બાલી સહિતની વેરાયટીઓ જોવા મળે છે

રાજકોટ ગોલ્ડ ડીલર્સના પ્રમુખ ભાયાભાઈ સાહોલીયા જણાવે છે કે અક્ષય તૃતીયાન અવસરે શુકનવંતી ખરીદીનો ધમધમાટ સર્જાયો છે શુકનવંતા અવસર અને આગામી લગ્ન પ્રંસંગની ધૂમ ખરીદી રહેશે તેવો આશાવાદ વ્યકત કરતા તેમણે વધુમાં ઝવેરીબજારમાં દરવર્ષની માફક આ વર્ષે પણ ખરીદી વધી છે સાંજથી ગ્રાહાકી વધતા અને ઝવેરીબજારમાં મોડે સુધી ધમધમશ.ે   ઝવેરીબજારના વર્તુળો જણાવે છે કે આજે અક્ષય તૃતીયાના અવસરે શુકનવંતી ખરીદીની સાથે ઇન્વેસ્ટમેન્ટની રીતે પણ સોનાની ખરીદી કરવામાં આવી રહી છે. બુલિયન બજારમાં મજબૂતીથી ખરીદી થવાની શકયતાં જવેલર્સ પણ જોઇ રહ્યા છે. હાલના અંદાજ મુજબ સોનાની ખરીદીમાં ગત વર્ષ કરતાં ૧૦ થી ૧૫ ટકા જેટલો વધારો થવાની શકયતાં પણ જવેલર્સ વ્યકત કરી રહ્યા છે.

સોનાના વેચાણમાં ૧૦થી ૧૫%નો  વધારો થવાની શકયતા

રાજકોટ તા. ૧૮ : અક્ષય તૃતીયાના અવસરે ઝવેરીબજારમાં ખરીદીનો ધમધમાટની જોવાઈ રહયો હતો સોની બજારમાં સોનાના આભૂષણો તેમજ સિક્કા સહિતની શુકનવંતી ખરીદી માટે ગ્રાહકો ઉમટી પડયા હતા.  દરમિયાન આજે અક્ષય તૃતીયાના અવસરે સોનાના વેચાણમાં સરેરાશ વધારો થવાની ધારણા છે ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જવેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના ચેરમેન નિતીન ખંડેલવાલનું કહેવું છે કે અક્ષય તૃતીયા પર સોનાનું વેચાણ ૧૫થી ૨૦ ટકા વધવાનું અનુમાન છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જવેલરી એસોલિએશનના વાઈસ પ્રેસિડેન્ટ સૌરભ ગાડગિલનું કહેવું છે કે અક્ષય તૃતીયા પહેલા સોનામાં સારું એવું બુકિંગ દેખાઈ રહ્યું છે. અક્ષય તૃતીયા પર આ વર્ષે સોનાનું વેચાણ ૧૦ ટકા સુધી વધુ રહી શકે છે.

સિક્કા - લગડી અને પ્રેઝેન્ટેશન આર્ટીકલની માંગ વધુ

રાજકોટ તા. ૧૮ : આજે અક્ષય તૃતીયાના શુકનવંતા અવસરે ઝવેરી બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. એશિયાના ગોલ્ડ હબ તરીકે વિખ્યાત રાજકોટની સોનીબજારના કુશળ કારીગરો તૈયાર થતા દાગીનાની દેશ-વિદેશમાં વિશેષ માંગ રહેતી હોય છે. પોપ્યુલર જવેલર્સ ગ્રુપના મોભી વજુભાઇ આડેસરાના માનવા મુજબ અક્ષય તૃતીયાના શુકનવંતો અવસર અને વળતર સ્કીમને કારણે બજારમાં ધૂમ ખરીદી થઇ છે. વજુભાઈએ જણાવ્યું હતું કે આજે સવારથી જ બજારમાં ખરીદીનો માહોલ જામ્યો હતો ગ્રાહકોમાં ચાંદીના સિક્કા લગડીની જબરી માંગ જોવા મળી હતી અને સોનાનાં હળવા વજનના આભૂષણો ઉપરાંત પ્રેઝન્ટેશન આઇટમની પણ ખરીદી વધી હતી.

ઘરેણાની ઘડામણમાં શનિવાર સુધી વળતરઃ ગોલ્ડ જ્વેલરીમાં ૧૦ ગ્રામે ૧૨૫૦ અને ડાયમંડ જ્વેલરીના મેકિંગના ચાર્જમાં ૫૦ ટકા ડિસ્કાઉન્ટ

રાજકોટ તા. ૧૮ : અક્ષય તૃતીયાના અવસરે રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો,ના સભ્ય જવેલર્સ દ્વારા તા. ૧૬થી તા. ૨૧ દરમિયાન ઝવેરીબજારમાં ઘરેણાની ઘડામણમાં વિશેષ વળતર અપાઈ રહ્યું છે રાજકોટ ગોલ્ડ ડીલર્સના સભ્ય જવેલર્સ દ્વારા સોનાના દાગીનાની મજૂરીમાં દસ ગ્રામે ૧૨૫૦ રૂપિયાનું વળતર તેમજ ડાયમંડ જવેલરીના મેકિંગ ચાર્જમાં ૫૦ ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરાયું છે.

ગત તા. ૧૬થી તા. ૨૧ને શનિવાર સુધી સોનાના આભૂષણો અને ડાયમંડ જવેલરીના મજૂરીમાં રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો.ના સભ્ય જવેલર્સ દ્વારા વિશેષ વળતર અપાઈ રહયું છે જેને સારો પ્રતિસાદ મળ્યાનું વેપારીઓ જણાવી રહ્યાં છે અક્ષય તૃતીયાના અવસરે ગ્રાહકો શુકનવંતી ખરીદી માટે સવારથી જ ઉમટી પડયા હતા ગ્રાહકોને જેન્યુન વળતર ઓફર કરાઈ છે જેને સારો પ્રતિસાદ મળી રહયો છે

(2:46 pm IST)