Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

કાળઝાળ ગરમીમાં કોઠા ટાઢા કરવા છાશ વિતરણ

રાજકોટ : ઉનાળાએ અસર વર્તાવવાનું શરૂ કરતા કાળઝાળ ગરમીના દિવસો શરૂ થયા છે. ત્યારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેરઠેર ઠંડી છાશનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. આવી જ ઉમદા સેવા ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર કોસ્મોપ્લેકસ પાસે, શ્રી લક્ષ્મીનારાયણ પ્રાથમિક શાળા ખાતે મહિલાઓ દ્વારા પણ કરવામાં આવી રહી છે. છાશ પોતાના વાસણમાં ઠલવાતા જ મલકાઇ ઉઠતી લાભાર્થી બહેનો પણ તસ્વીરમાં જોવા મળે છે.

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(2:45 pm IST)