Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

ભુણાવાના પાટીયે શાપરના લખધીરસિંહ ચુડાસમા પર હુમલો

રિક્ષાવાળાને થયેલા ડખ્ખામાં વચ્ચે પડતાં ફેકટરીમાં કામ કરતાં માણસોએ ધોલધપાટ કરી

રાજકોટ તા. ૧૮: શાપર વેરાવળમાં સર્વોદય સોસાયટીમાં રહેતાં અને ટ્રક ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં લખધીરસિંહ બળવંતસિંહ ચુડાસમા (ઉ.૩૧) નામના યુવાનને સાંજે આઠેક વાગ્યે ભુણાવાના પાટીયા પાસે આવેલી ખોડિયાર પાન નામની દૂકાન સામેની ફેકટરીમાં કામ કરતાં માણસોએ ઝઘડો કરી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો.

લખધીરસિંહના કહેવા મુજબ તે અને તેના ભાઇ રિક્ષામાં બેસીને ભુણાવા ચોકડીએ આવ્યા ત્યારે એક કાર ચાલકે જોરદાર કાવો મારતાં અને બાદમાં રિક્ષાચાલક અને કાર ચાલક વચ્ચે ઝઘડો થયો હતો. એ પછી બધા ત્યાંથી નીકળી ગયા હતાં. પણ રિક્ષાવાળાનો મોબાઇલ પડી ગયો હોઇ પોતે તેની સાથે શોધવા માટે જતાં કાર ચાલકે ફેકટરીમાંથી માણસો બોલાવી હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના થોભાણભાઇ અને દિપસિંહે ગોંડલ પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

(2:02 pm IST)