Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

ગંજીવાડામાંથી ટાબરીયો મળ્યોઃ વાલીવારસને શોધતી પોલીસ

રાજકોટ તા.૧૮: ગંજીવાડા ભવાની કારખાના પાસેથી મંગળવારે સાંજે આઠેક વાગ્યે આશરે ૪ વર્ષનો એક ટેણીયો રડતો મળી આવ્યો હતો. તે ગુજરાતી ભાષા બોલે છે પરંતુ પોતાનું નામ-સરનામુ જણાવી શકતો નથી. થોરાળા પોલીસ મથકના પી.આઇ. એન. એન. ચુડાસમા અને ટીમે તેને નાસ્તો કરાવ્યો હતો અને તેના વાલીવારસને શોધવા દોડધામ કરી હતી. તસ્વીરમાં દેખાતા ટાબરીયાના વાલીવારસ હોય તો પોલીસનો ફોન ૦૨૮૧ ૨૩૮૯૫૫૨ અથવા મો. ૯૯૨૫૧ ૨૫૦૧૩ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. (૧૪.૧૦)

(12:56 pm IST)