Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

સમણ શ્રુતપ્રજ્ઞજીનું ત્રણ મહિના માટે ત્રણ દેશોની યાત્રા માટે પ્રસ્થાન

અમેરીકા, લંડન અને કેનેડાની ધર્મયાત્રા-શિબિરો અને પ્રવચનો

રાજકોટ તા. ૧૮ : પીસ ઓફ માઇન્ડ ફાઉન્ડેશનના પ્રણેતા અને ધ્યાન યોગના સાધક સમણ શ્રુતપ્રજ્ઞજી કાલે તા.૧૯ના ગુરૂવારના રાજકોટથી ત્રણ મહિના માટે  લંડન,અમેરિકા અને કેનેડાની ધર્મ યાત્રા પર પ્રસ્થાન કરી રહ્યા છે. તેઓ સૌ પ્રથમ લંડન જશે અને ત્યાં ચેતનાબેન અને દિલેશભાઈના 'નિર્વાણ' નિવાસ્થાને તા.૨૧ના એક દિવસીય ધ્યાન શિબિરનું આયોજન કરેલ છે. શિબિરમાં સમણ શ્રી ધ્યાન યોગના પ્રયોગો કરાવશે અને જીવનમાં પ્રાથમિકતા કોને આપવી એ વિષે પ્રવચન આપશે. સમણશ્રીના ખાસ મિત્ર અને ભારતીય સંસ્કૃતિમાં વિશ્વાસ ધરાવનાર ગ્રેહામ - ગંગારામ પણ શિબિરમાં ભાગ લેશે. તા. ૨૨દ્ગક્ન નવનાત વણિક સંદ્ય - હેઝમાં એક દિવસનો સેમિનાર ગોઠવવામાં આવ્યો છે. ત્યારબાદ તા. ૨૩ના વિનુભાઈ કોટેચા દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવેલ છે. તે ઉપરાંત હિન્દૂ મંદિરમાં પણ કાર્યક્રમો નિર્ધારિત છે.

 

અહીંથી સમણશ્રી તા. ૨૭ના શિકાગો પહોંચશે. ત્યાંથી તેઓ સિનસિનાટી જશે અને મહાવીર જયંતીના કાર્યક્રમમાં ભાગ લેશે, અને પ્રવચનો આપશે.ત્યાંથી તેઓ કિલવલેન્ડ, ડેનવર,દુમસ - ટેકસાસ, મેમફિસ- ટેનેસી, કેન્સાસ સીટી,એટલાન્ટા અને  વિચિતામાં પ્રવચનો આપશે. સમણશ્રી કેલિફોર્નિયાના લોસ એંજલસ, સાંડીયાગો, અને ફ્રીમોંટમાં પણ કાર્યક્રમો આપશે. તેઓ ૪થી જુલાઈની લાંબી રજાઓમાં યોજિત અમેરિકા યુવા સંમેલનમાં ૩૦૦૦ જેટલા યુવાનોને પ્રશિક્ષણ આપશે અને ધ્યાન યોગના પ્રયોગો કરાવશે. ૧૯/૬ થી ૨૫/૬ સુધી તેઓ વેનકુંવર -કેનેડામાં ધ્યાન શિબિરમાં પ્રશિક્ષણ આપશે.

જુલાઈ ૧૩ થી ૧૫ના ઓસ્ટિન ટેકસાસમાં યોજનાર નવનિર્મિત જૈન દેરાસરની પ્રતિષ્ઠામાં તેઓ પ્રવચનો આપશે. આ ઉપરાંત તેઓ લાસ વેગાસ- નોવેડા પણ જશે અને ત્યાં હિન્દૂ જૈન મંદિરમાં જૈનધર્મ અને મહાવીરના સિદ્ઘાંતો પર વ્યાખ્યાનો આપશે. તેઓ જૈન તીર્થ સમા સિદ્ઘાચલમમાં પણ ધ્યાન યોગની શિબિર કરાવવાના છે. વધુ વિગત માટે સાધકો ઈ મેઈલ  - anuvrat8@gmail.com ઉપર સંપર્ક કરી શકાય છે.(૩૭.૭)

(12:55 pm IST)