Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

ધમકીના ગુનામાં સાત માસથી ફરાર ઇરફાન, વિનય, દર્શન અને સમીરને ક્રાઇમ બ્રાંચે પકડ્યા

કોન્સ. રઘુભા અને રાજુભાઇની બાતમી પરથી રેસકોર્ષ પાસેથી પકડી પ્ર.નગરને સોંપાયા

રાજકોટઃ ગયા વર્ષે પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાયેલા ધમકીના ગુનામાં ફરાર  ચાર શખ્સોને ક્રાઇમ બ્રાંચે પકડી લઇ પ્ર.નગર પોલીસને સોંપ્યા છે. એસીપી જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પી.એસ.આઇ. કે. કે. જાડેજા, હેડકોન્સ. સિધ્ધરાજસિંહ ચુડાસમા, કોન્સ. રઘુવીરસિંહ વાળા, રાજેશભાઇ બાળા, વિરદેવસિંહ જાડેજા, ડાયાભાઇ બાવળીયા સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે રઘુભા અને રાજેશભાઇને મળેલી બાતમી પરથી ધમકીના ગુનામાં ફરાર ચાર શખ્સો ઇરફાન ઇકબાલભાઇ ચાનીયા (ઉ.૨૯-રહે. ગાંધીગ્રામ પરમેશ્વર સોસાયટી-૨), વિનય ઉર્ફ વિનુ રાજુભાઇ ઉકેડીયા (ઉ.૧૯-રહે. ગાંધીગ્રામ ભારતીનગર-૪), દર્શન ઉર્ફ ગવલી રાજુભાઇ ગવલી (ઉ.૨૪-રહે. ગાંધીગ્રામ ૩-બી) તથા સમીર અયુબભાઇ સંઘવાણી (ઉ.૨૧-રહે. ગાંધીગ્રામમ આરએમસી બ્લોક નં. ૧૧/૨૯૮)ને રેસકોર્ષ પાસેથી પકડી લેવાયા હતાં. ગયા વર્ષે ઓકટોબર માસમાં આ ચારેયે સદર બજારના મુસ્લિમ મહિલાને જુના મનદુઃખને લીધે મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારથી સતત નાસતા ફરતાં હતાં. અગાઉ પણ મારામારી સહિતના ગુનામાં સંડોવાઇ ચુકયા છે.

(12:08 pm IST)