Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

પ્રભાસ પાટણથી ગૂમ થયેલી કિશોરીને રાજકોટમાં તાલુકા પોલીસે શોધી કાઢી

સાથે આણંદનો કિશોર પણ હતોઃ બંનેને પ્રભાસ પાટણ પોલીસને સોંપાયા

રાજકોટ તા. ૧૮: પ્રભાસ પાટણની સગીરા ગૂમ થઇ હોઇ તે રાજકોટમાં તાલુકા પોલીસ મથક હેઠળના કોઇ વિસ્તારમાં હોવાની માહિતી મળતાં પોલીસે તપાસ કરી સગીરાને શોધી કાઢી તેની સાથેના આણંદના સગીરને પણ પોલીસ મથકે લાવી પ્રભાસ પાટણ પોલીસને બંનેનો કબ્જો સોંપ્યો હતો.

પ્રભાસપાટણની મદીના કોલોની પાસે રહેતી એક સગીરા બે દિવસ પહેલા ગૂમ થઇ ગઇ હતી. આ સગીરા આણંદ તરફ રહેતાં એક સગીર સાથે હોવાની અને બંને રાજકોટમાં છુપાયાની જાણ થતાં તાલુકા પી.આઇ. વી.એસ. વણઝારા, પી.એસ.આઇ. એન. ડી. ડામોર, હેડકોન્સ. હર્ષદસિંહ ચુડાસમા, કોન્સ. અરવિંદભાઇ કવાડીયા, હરદેવસિંહ રાઠોડ, અરજણભાઇ ઓડેદરા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ આહિર, વિરેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઇ ડાંગર, નરેન્દ્રભાઇ ગઢવી, રાહુલભાઇ ગોહેલ, ગોપાલસિંહ જાડેજા સહિતે તપાસ કરી બંનેને શોધી કાઢ્યા હતાં. કિશોર-કિશોરીને મહિલા પોલીસની હાજરીમાં તાલુકા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતાં. એ પછી પ્રભાસ પાટણ પોલીસને સોંપાયા હતાં. (૧૪.૯)

(12:06 pm IST)