Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

કુવાડવા નજીક રિક્ષા પલ્ટી ખાઇ જતાં પરપ્રાંતિય દંપતિ, પુત્ર, ભાણેજને ઇજા

મેટોડાથી ચોટીલા દર્શન કરવા જતી વખતે બનાવ

રાજકોટ તા. ૧૮: કુવાડવા નજીક ક્રિષ્ના વોટર પાર્ક પાસે વહેલી સવારે રોડ ડિવાઇડર સાથે રિક્ષા અથડાઇને પલ્ટી મારી જતાં મેટોડા જીઆઇડીસી સિલ્વર ફેકટરી પાસે રહેતાં મુળ યુ.પી.ના છોટન  રામ (ઉ.૨૩), તેની પત્નિ આશાદેવી છોટન રામ (ઉ.૨૧), પુત્ર બિટુ છોટન (ઉ.૨ માસ) અને ભાણેજ રિન્કી કાંતિ (ઉ.૨)ને ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

છોટનના કહેવા મુજબ આજે બુધવારે કારખાનામાં રજા હોઇ પોતે અને પરિવારના સભ્યો ચોટીલા દર્શન કરવા જવા રિક્ષામાં બેસીને નીકળ્યા હતાં અને અકસ્માત નડ્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી.

(11:50 am IST)