Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

શહેરના મુખ્‍ય માર્ગો પરથી ૪૩૩ રેંકડી-કેબીન અન્‍ય ચીજવસ્‍તુઓના દબાણ હટાવાયા

૬૬૪ કિલો શાકભાજી-ફળો ઘાસચારો જપ્‍તઃ ૧.૨૭ લાખનો દંડ

રાજકોટ, તા.૧૭ :કોપોરેશનની દબાણ હટાવ શાખા દ્વારા  શહેરમાં જુદી જુદી જગ્‍યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ૪૩૩ રેંકડી-કેબીન, અન્‍ય ચીજવસ્‍તુઓ,૬૬૪ કિલો શાકભાજી-ફળો, ધાસચારો-લીલું-ફૂલ તથા બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની તેમજ ૧.૨૭ લાખ વહીવટી ચાર્જે વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. જુદા જુદા હોકર્સ ઝોનમાંથી પણ જપ્ત કરવાની કામગીરી કરાવામાં આવી હતી.

     આ અંગે તંત્રની સતાવાટ યાદીમાં જણાવ્‍યા મુજબ કોપોરેશનની દબાણ હટાવા શાખા દ્વારા રસ્‍તા પર નડતર ૪૧ રેંકડી-કેબીનો જામનગર રોડ, કુવાડવા રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, ગોવીન્‍દબાગ મેઈન રોડ, હનુમાન મઢી, રૈયા રોડ, છોટુનગર, લક્ષ્મીનગર હો. ઝોન, રેલ્‍વે સ્‍ટેશન રોડ, જૂની કલેકટર ઓફીસ, પુષ્‍કરધામ, કાલાવડ રોડ, જયુબેલી, ઢેબર રોડ, હોસ્‍પિટલ ચોક, યાજ્ઞિક રોડ, કેશરીપુલ, શ્રધ્‍ધાપાર્ક, મવડી રોડ, રામાપીર ચોકડી વિગેરે જગ્‍યાએથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી ૩૯૨ અન્‍ય પરચુરણ ચીજ વસ્‍તુઓ જપ્ત કરવામાં આવી હતી જે ભૂતખાના ચોક, શાષાીમેદાન, ટાગોર રોડ, કાલાવડ રોડ વિગેરે જગ્‍યા પરથી જપ્ત કરવામાં આવી હતી, ૫૭૪ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને જયુબેલી માર્કેટ, ધરાર માર્કેટ, જંકશન રોડ, રામાપીર ચોક, કાલાવડ રોડ અને જયુબેલી માર્કેટ પરથી જપ્ત કરવામાં આવ્‍યા હતા, પારેવડી ચોક અને આજીડેમથી ૯૦ કી.ગ્રા. ધાસચારો- લીલું અને ફૂલ જપ્ત કરવામાં આવેલ હતા, તેમજ રૂ/- ૧,૨૬,૯૦૦/- વહીવટી ચાર્જ યાજ્ઞિક રોડ, કુવાડવા રોડ, રૈયા રોડ, ગાયત્રીનગર, ૧૫૦ ફૂટ રીંગ રોડ, મોરબી રોડ, ટાગોર રોડ, જામનગર રોડ, કેશરીપુલ, જંકશન રોડ, આજીડેમ, મવડી રોડ, યુનિ. રોડ, ૮૦ ફૂટ રોડ, પેલેસ રોડ, કેનાલ રોડ, અટીકા, ભાવનગર રોડ, સંતકબીર રોડ, રેસકોર્ષ, પુષ્‍કરધામ, ચુનારાવાડ વિગેરે જગ્‍યા પરથી વસુલ કરવામાં આવ્‍યો હતો. શહેરના અલગ અલગ ૧૨ હોકર્સ ઝોન ધરાર માર્કેટ, અટલબિહારી ઓડીટોરીયમ, મોરબી રોડ, ગોવીન્‍દબાગ, દેવપરા, ભક્‍તિનગર સર્કલ, ન્‍યારી ફિલ્‍ટર, હેમુ ગઢવી, મોરબી રોડ, આજીડેમ, શ્રધ્‍ધા પાર્ક અને મવડી રોડ હોકર્સ ઝોનમાંથી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી. શહેરમાં નડતર રૂપ એવા ૩૮૦ બોર્ડ-બેનરો સંતકબીર રોડ, દૂધ સાગર રોડ પરથી જપ્ત કરવામાં આવ્‍યા હતા.

(4:02 pm IST)