Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

ભારતીય જનતા પાર્ટીના સહ સંગઠન મહામંત્રી વી. સતીશજીએ રાજકોટ ખાતે સાંસદ રામભાઈ મોકરીયાની મહેમાનગતિ માણી

રાજકોટ::ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત રાજ્યના વિકાસના રથને આગળ ધપાવવા પાર્ટીના પશ્ચિમ ઝોન (રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર) અને આંધ્રપ્રદેશના પ્રભારી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ કાર્યકર્તા રહી ચૂકેલા એવા મહામંત્રીશ્રી વી. સતીશએ રાજકોટ ખાતે સાંસદ રામભાઈ મોકરીયાના રાજકોટ સ્થિત નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત કરી હતી.અને ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરીને એક બીજા સાથે વિચારોની આપ-લે કરી હતી.

(5:30 pm IST)