Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

જામનગર રોડના ફ્રૂટની વખાર પર મનપાની ફુડ શાખાના દરોડા : પાંચ વેપારીને નોટીસ

શીખંડ-આઇસ્‍ક્રીમ તથા સોસ સહિત ર૧ કિલો અખાદ્ય ખોરાકનો નાશ : જામનગર રોડ ઉપર આવેલ સૌરાષ્‍ટ્ર-કચ્‍છ વિવિધ લક્ષી સહકારી મંડળી (અમુલના ડિસ્‍ટ્રીબ્‍યુટર) તથા ભાવનગર રોડ પરના દ્વારકાધીશ એજન્‍સીમાંથી અખાદ્ય ચીજવસ્‍તુનો જથ્‍થો ઝડપાયો : શાષાી મેદાન સામેના ફૂડ ઝોનમાં ર૦ વપોરીઓને ત્‍યાં ચેકીંગ

રાજકોટ,તા. ૧૮ : ઉનાળાની ઋતુને અનુલક્ષીને  મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ડેપ્‍યુટી કમિશનર આશીષકુમાર, ડેઝીગ્નેટેડ ઓફિસર ડો. હાર્દિક મેતા તથા ફૂડ સેફ્‌ટી ઓફિસરો કે.જે. સરવૈયા ની ટીમ સાથે યોગી ઇ. એરિયા, જામનગર રોડ, ખાતે  આવેલ ફ્રુટ તથા અન્‍ય વખારોનું ચેકિંગ કરવામાં આવેલ જેમાં ૫ પેઢીને હાઇજિનિક કશિન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.આ ઉપરશ્રી શીખંડ, આઇસ્‍ક્રીમ સહિત ર૧ કિલો અખાદ્ય ખોરાકનો મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ જામનગર રોડ પર  ફળના વેપારીઓને ત્‍યાં ચેકીંગ કરી ગોલ્‍ડ કેળાં કોલ્‍ડ સ્‍ટોરેજ, એચે.એસ. ફ્રૂટ સેન્‍ટર, સુલેમાન હાજી ્રૂ સન્‍સ, ગોલ્‍ડ કેળાં કોલ્‍ડ (રૈયા ધાર રોડ), ૫. જે.બી. વોટરને- હાઇજિનિક કશિન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.

શિખંડ-આઇસ્‍ક્રીમ-સોસનો નાશ

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સૌરાષ્‍ટ્ર કચ્‍છ વિવિધ લક્ષી સહકારી મંડળી, યોગી ઇ. એરિયા, જામનગર રોડ, રાજકોટ મુકામે ચકાસણી કરતા સ્‍થળ પર સંગ્રહ કરેલ, એક્‍સપાયરી થયેલ ૧૪ કિ.ગ્રા. શિખંડ અને ૨ કિ.ગ્રા. આઈસક્રીમ મળી કુલ ૧૬ કિ.ગ્રા. જથ્‍થો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ, હાઇજિનિક કન્‍ડીશન જાળવવા  બાબતે નોટિસ આપવામાં આવેલ.

ફૂડ વિભાગ દ્વારા દ્વારકાધીશ એજન્‍સી, ભાવનગર રોડ, પાંજરાપોળ પાસે, ચકાસણી કરતા સ્‍થળ પર સંગ્રહ કરેલ, એક્‍સપાયરી થયેલ બેકરી આઇટમ, મુખવાસ, તથા સોસ મળી આવતા કુલ ૫ કિ.ગ્રા. જથ્‍થો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ, હાઇજિનિક કશિન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.

ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્‌ટી ઓન વ્‍હીલ્‍સ વાન સાથે શહેરના શાષાી મેદાનની સામે હોકર્સ ઝોનમાં આવેલ ખાધ્‍ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. તેમજ કુલ ૧૫ પેઢીને લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્‍ય ચીજોના કુલ ૧૫ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરેલ. 

લાઇસન્‍સ અંગે ૧પ ને સુચના

ફૂડ વિભાગ દ્વારા શાષાી મેદાનની સામે વોકર ઝોન વિસ્‍તારમાં આવેલ (૧)ક્રિષ્‍નાભાઈ ગરમા ગરમ ધૂધરા, જય ચામુંડા પાન સેન્‍ટર બજરંગ ટી સ્‍ટોલ, દિલ્લી સ્‍પેશીયલ છોલે ભટુરે, મિલન સોડા એન્‍ડ સરબત લચ્‍છી, લલિતભાઈ ચાટ ભંડાર, માની મદ્રાસ કાફે, અનમોલ દાળ પકવાન,ભૂરાભાઈ દાળ પકવાન , રામદેવ ભેળ સેન્‍ટર, દિલ્લીવાલે સીતારામ કે સ્‍પેશીયલ છોલે ભટુરે , ફેમસ વડાપાઉં, જામનગરી સ્‍પે. ભાજીકોન તથા જય શંકર દાળ પકવાનને લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

(4:54 pm IST)