Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

ડો.પૂ.પન્‍નાબાઇ મ.સ.એ કર્યા કળશ પ્રત્‍યાખ્‍યાન - તપ આલોચનઃ રાત્રે સમૂહ સાંજીઃ કાલે પારણા

રાજકોટ, તા.૧૮: શ્રી રોયલ પાર્ક સ્‍થા.જૈન મોટા સંઘ - રાજકોટ સી.એમ. શેઠ પૌષધશાળા, ઓમાનવાળા ઉપાશ્રયે પૂ.પ્રાણ રતિ ગુરૂદેવ એવં પૂ. મુકત - લીલમ-રાજુલ ગુરુણીનાં સુશિષ્‍યા નિર્મળ પ્રજ્ઞાવંત પૂ.ડો.પન્‍નાબાઇ મ.સ.ના વરસીતપ પૂર્ણાહૂતિ અવસરે ત્રિદિવસીય અનુમોદના પ્રસંગમાં તા.૧૭નાં તપસ્‍વીની પૂ.ડો.પન્‍નાબાઇ મ.સ.ને કળશ પ્રત્‍યાખ્‍યાન સદગુરૂદેવ પૂ.પારસમુનિ મ.સાહેબે કરાવ્‍યા તથા બપોરે અઢીથી પાંચ પરમાત્‍મા આદિનાથના તેરભવ નાટિકાનો એક ભાગ રાજકોટનાં સ્‍થા.જૈન મહિલા મંડળોએ રજૂ કરેલ અને રાત્રે ૮.૩૦ કલાકે તપ અનુમોદનાની સમૂહ સાંજી રાખવામાં આવેલ.

આજે તા.૧૮નાં સવારે ૮.૩૦ કલાકે સદગુરૂદેવ પૂ.પારસમુનિ મ.સા. બિરાજમાન છે ત્‍યાંથી શ્રીમતિ ભાવનાબેન વસંતભાઇ તુરખીયાના નિવાસ સ્‍થાનેથી તપસ્‍યાની અનુમોદનાર્થે તપસ્‍વી સહ ચતુર્વિધ સંઘનાં સાનિધ્‍યે પદ શોભાયાત્રાનું આયોજન કરેલ. જે શોભાયાત્રા રોયલ પાર્ક ઉપાશ્રયે ધર્મસભામાં પરિવર્તિત થયેલ ત્‍યા તપસ્‍વીની પૂ.પન્‍નાબાઇ મ.સ.ને તપઆલોચના સદગુરૂદેવ દ્વારા કરાવવામાં આવેલ.

આજે બપોરે અઢીથી પાંચ પરમાત્‍મા આદિનાથના જીવન પર નાટિકાનો બીજો ભાગ મહિલા મંડળો દ્વારા રજૂ કરવામાં આવશે. રાત્રે ૮.૩૦ થી સમૂહ સાંજીનું આયોજન કરવામાં આવેલ છે. કાલે રવિવારે સવારે ૯ કલાકથી વરસીતપ પારણાનાં કાર્યક્રમો રહેશે.

(4:53 pm IST)