Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

કૈલાશ કર્મચારી સોસાયટીમાં વ્‍યાજખોરોએ ધમાલ મચાવી વૃધ્‍ધા અને તેના પુત્રને ધમકી દીધાનો આક્ષેપ

કૈલાશ કર્મચારી સોસાયટીમાં બનાવઃ વ્‍યાજખોરોનો આતંક મચાવતો વિડીયો વાયરલ થતાઃ ફરીયાદ નોંધવા તજવીજ

રાજકોટ તા. ૧૮ :.. નાના મવા રોડ પર આવેલ કૈલાશ કર્મચારી સોસાયટીમાં રાત્રે વ્‍યાજખોરોએ ઘરમાં ઘુસી ધમાલ મચાવી વૃધ્‍ધા અને તેના પૌત્રને ધમકી આપતા હોવાનો સોશ્‍યલ મીડીયામાં વીડીયો વાયરલ થતા ફરીયાદ નોંધાવા તજવીજ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ નાના મવા રોડ, મારવાડી બીલ્‍ડીંગ કૈલાસ કર્મચારી સોસાયટીમાં રમેશભાઇ ચાવડા અને તેના પત્‍ની કંચનબેન ચાવડા બહારગામ ગયા હોઇ, અને ઘરે માતા હંસાબેન અને ૧૬ વર્ષનો પુત્ર ઘરે હતા ત્‍યારે મોડી રાત્રે ચાર શખ્‍સો તેના ઘરે આવી રમેશભાઇએ વ્‍યાજે લીધેલા રૂા. ર૦ હજારના વ્‍યાજની ઉઘરાણી કરી ધમાલ મચાવી હતી. અને વ્‍યાજખોરોએ વૃધ્‍ધા અને તેના પૌત્રને ધમકી આપી હોવાનો આક્ષેપ કર્યો છે. આ બનાવનો વીડીયો સોશ્‍યલ મીડીયામાં વાયરલ થતા આ બનાવ અંગે માલવીયા  નગર પોલીસે ફરીયાદ નોંધાવા તજવીજ હાથ ધરી છે.

(4:52 pm IST)