Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

પાટીદાર સમાજના છાત્રો માટે સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓના નિઃશુલ્‍ક વર્ગો

સરદારધામ- રાજકોટ દ્વારા

રાજકોટઃ સરદારધામ- રાજકોટ દ્વારા સ્‍પર્ધાત્‍મક પરિક્ષાઓની તૈયારી કરતાં પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્‍ક વર્ગો યોજાશે. ઉલ્લેખનિય છે કે સરદારધામ- રાજકોટ ખાતે તાલીમ મેળવી ૧૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓ સરકારશ્રીના વિવિધ વિભાગોમાં હાલ ફરજ બજાવી રહ્યા હોવાનું યાદીમાં જણાવાયું છે.

જી.પી.એસ.સી., યુ.પી.એસ.સી., સિવિલ જજ, જનરલ કલાસ-૩ની નવી બેચ અંદાજિત તા.૨૫થી શરૂ થવા જઈ રહી છે. સરદારધામ સૌરાષ્‍ટ્ર ઝોનનાં ઉપપ્રમુખ પરેશભાઈ ગજેરા, માર્ગદર્શક સિવિલ સર્વિસ કેન્‍દ્ર શૈલેશભાઈ સગપરીયા, સૌરાષ્‍ટ્ર ઝોન પ્રભારી સુભાષભાઈ ડોબરિયા, સમાજ સેતુ સમિતિ સભ્‍ય પ્રો.ડો.જે.એમ. પનારા, સી.એમ. વરસાણી (રીટા. ડીસીએફ) ઓર્ડિનેટર લવદીપભાઈ આંબલીયાએ સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને નવી શરૂ થતી બેચમાં જોડાવવા માટે અનુરોધ કર્યો છે.

વધુ માહિતી તથા રજીસ્‍ટ્રેશન કરાવવા માટે મો.૭૫૭૫૦ ૦૯૭૯૬ ઉપર સંપર્ક સાધવા જણાવવામાં આવ્‍યું છે

(3:52 pm IST)