Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

ઘંટેશ્વર પાસે અને ચુનારાવાડ ચોકમાં ટ્રાફિક ડ્રાઇવઃ ૩૮૮ કેસ કરાયાઃ ૧૬ વાહનો ડિટેઇન

૨.૨૭ લાખનો દંડ વસુલાયોઃ ડીસીપી પૂજા યાદવ, એસીપી જે. બી. ગઢવી, પીઆઇ રાઠોડ, નકુમ, વ્‍યાસ, વાઘેલા અને ટીમોની કામગીરી

રાજકોટઃ શહેર ટ્રાફિક બ્રાંચ દ્વારા દરરોજ યોજવામાં આવતી ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત ગત સાંજે ઘંટેશ્વર પાસે અને ચુનારાવાડ ચોકમાં કાર્યવાહી થઇ હતી. જેમાં ઘંટેશ્વર ખાતે ૧૬૫ એનસી કેસ અને ચુનારાવાડ ચોકમાં ૨૨૩ એનસી કેસ કરાયા હતાં. બંને સ્‍થળના મળી કુલ ૩૮૮ કેસ કરી રૂા. ૨,૨૭,૨૦૦નો દંડ વસુલ કરાયો હતો. તેમજ કુલ ૧૬ વાહનો ડિટેઇન કરવામાં આવ્‍યા હતાં. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી સોૈરભ તોલંબીયાની સુચના અંતર્ગત ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ, એસીપી જે. બી. ગઢવી અને ટીમના પીઆઇ વી.આર. રાઠોડ, પીઆઇ એમ. બી. નકુમ, પીઆઇ વાઘેલા, પીઆઇ વ્‍યાસ તથા તેમની ટીમોએ આ કામગીરી કરી હતી.

(3:51 pm IST)