Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

કાલે મનપા કચેરી ખાતે વિનામુલ્‍યે ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ

સવારે ૯-૩૦ કલાકે પૂર્વ મેયર જનકભાઇ કોટકના હસ્‍તે કાર્યક્રમનું ઉદ્દઘાટન લુપ્ત થતી ચકલીઓને બચાવવા વિનામુલ્‍યે માળા લેવા પક્ષી પ્રેમીઓને અનુરોધ મેયર સહિતના પદાધિકારીઓ

રાજકોટ તા. ૧૮ : હાલમાં ચકલી દિન પ્રતિ-દિન લુપ્‍ત થતી જાય છે. તેના રક્ષણ માટે મહાનગરપાલીકા દ્વારા છેલ્લા દસ વર્ષથી વિનામૂલ્‍યે ચકલીના માળા અને પાણીના કુંડા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવેલ છે આ વર્ષે ર૦ માર્ચ ‘‘સ્‍પેરો-ડે'' અંતર્ગત આવતીકાલે તા. ૧૯ માર્ચ રવિવારના રોજ સવારે ૯-૩૦ કલાકે સેન્‍ટ્રોલ ઝોન કચેરી ખાતે યોજાશે તેમ સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, મ્‍યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને બાગ બગીચા અને ઝુ કમીટીના ચેરમેન અનિતાબેન ગૌસ્‍વામી જણાવે છ.ે

મેયર ડો. પ્રદીપ ડવ, સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલએ શહેરના પક્ષી પ્રેમીઓને તથા જીવદયા પ્રેમીઓને ચકલીના માળા અને કુંડા લેવા માટે નિર્ધારિત સમયે અને સ્‍થળે ઉપસ્‍થિત રહેવા તથા વિતરણ વ્‍યવસ્‍થામાં સ્‍ટાફને જરૂરી સહયોગ આપવા અપીલ કરી છે તેમ મનપાની યાદીમાં જણાવાયું છ.ે

(3:47 pm IST)