Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

કાલે મનપા દ્વારા સંતોષ પાર્ક ખાતે ૧૨ કરોડના ખર્ચે નિર્માણ પામનાર કોમ્‍યુનિટી હોલનું ભૂમિપૂજન

૫૦ મીની ટીપરવાનને લીલીઝંડી અપાશે : મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્‍તે ખાતમુહૂર્ત

રાજકોટ તા. ૧૮ : મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે તા. ૧૯ના વોર્ડ નં. ૧ સંતોષ પાર્ક ખાતે નિર્માણ પામનાર કોમ્‍યુનિટી હોલનું ખાતમુહૂર્ત તથા ૫૦ મીની ટીપરવાનને ફલેગ ઓફ કેબીનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાના હસ્‍તે કરવામાં આવશે.

આ અંગે સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, મ્‍યુનિ.કમિશ્નર અમિત અરોરા, બાંધકામ કમિટી ચેરમેન કેતનભાઈ પટેલ, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ પાંભર જણાવે છે કે, મહાનગરપાલિકા દ્વારા કાલે તા.૧૯ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે રૂ.૧૨.૦૮ કરોડના ખર્ચે વોર્ડ નં.૧ સંતોષ પાર્ક ખાતે નિર્માણ પામનાર કોમ્‍યુનીટી હોલનું ખાતમુહુર્ત તથા રૂ.૫.૯૯ કરોડના ખર્ચે ખરીદ કરવામાં આવેલ ૫૦ મીની ટીપરવાનને ફલેગ ઓફ રાજયના સામાજીક, ન્‍યાય અને અધિકારીતા, મહિલા બાળ કલ્‍યાણ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાના હસ્‍તે કરવામાં આવશે. કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્‍થિત રહેશે. ᅠᅠᅠᅠ

આ પ્રસંગેસંસદ સભ્‍યો, ધારાસભ્‍યો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, શહેર ભાજપ સંગઠનના હોદેદારો, સ્‍થાનિક કોર્પોરેટરો, સંગઠનના હોદેદારો તેમજસ્‍થાનિક રહિસો વગેરે ઉપસ્‍થિત રહેશે. ᅠᅠસંતોષ પાર્કમાં ૩૦૦૦ ચો.મી. ક્ષેત્રફળની જમીન પર ૪૬૫૫ ચો.મી.કોમ્‍યુનીટી હોલનું નિર્માણ થશે. જેમાં ગ્રાઉન્‍ડૅ૨ માળ બનાવવામાં આવશે. આ કોમ્‍યુનીટી હોલમાં ૭૦૦ માણસની કેપેસિટી વાળો નોન એ.સી., ફંકશન અને ડાઈનીંગ હોલ તેમજ બીજા માળે એ.સી.હોલ બનાવવામાં આવશે. આ ઉપરાંત આનુસંગિક અન્‍ય સુવિધાઓ આપવામાં આવશે. વિશેષમાં, સ્‍વચ્‍છ ભારત મિશન હેઠળ ટીપરવાનથી ડોર ટુ ડોર કામગીરીથી શહેર વધુ સ્‍વચ્‍છ બનશે. રૂ. ૫.૯૯ કરોડના ખર્ચે ખરીદ કરવામાં આવેલ ૫૦ મીની ટીપરવાનના કેન્‍દ્ર સરકારના ૩૫%, રાજય સરકારના ૨૫% અને મનપાનો ૪૦%નો ફાળો રહેશે.

(3:44 pm IST)