Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

પતિ માવતરને ત્‍યાં મુકીને જતો રહેતાં દિવ્‍યાએ એસિડ પી લીધું

હાલ રાજકોટ રહેતી સરપદડની પરિણીતા સારવારમાં

રાજકોટ તા. ૧૮: કાલાવડના સરપદડ ગામે સાસરૂ ધરાવતી દિવ્‍યાબેન પ્રફુલ ભદરૂ (ઉ.વ.૨૫) નામની પરિણીતા હાલ રાજકોટ કાલાવડ રોડ પર આંબેડકરનગરમાં માતા મંજુબેન કરસનભાઇ ચંદ્રપાલના ઘરે હોઇ અહિ સાંજે એસિડ પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.

દિવ્‍યાના કહેવા મુજબ તેના લગ્ન સાત વર્ષ પહેલા થયા છે અને સંતાનમાં એક પુત્ર છે. પતિ હીરા ઘસવાનું કામ કરે છે. પંદરેક દિવસ પહેલા તે પોતાને માવતરે રાજકોટ મુકીને દિકરાને સાથે લઇને જતો રહ્યો છે. હવે તેડી જતો ન હોઇ અને દિકરા સાથે વાત પણ કરવા દેતો ન હોઇ માઠુ લાગતાં પોતે એસિડ પી ગઇ હતી.

(4:02 pm IST)