Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

વિદેશી દારૂના ગુનામાં બે વર્ષથી ફરાર ઇકબાલ ઉર્ફે લાંબો ઝડપાયો

ડીસીપી ઝોન-૧ની એલસીબીનો દરોડો : જૂનાગઢનો શખ્‍સ હત્‍યાનો પ્રયાસ, રાયોટ, અપહરણ અને રાયોટ સહિત ચાર ગુનામાં સામેલ

રાજકોટ,તા. ૧૮ : શહેરના ગોંડલ રોડ ચોકડી પાસેથી ડીસીપી ઝોન-૧ની એલસીબીની ટીમે ભકિતનગર પોલીસ મથકમાં કબ્‍જે થયેલ વિદેશી દારૂના ગુનામાં નાસતા ફરતા જૂનાગઢના શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ભકિતનગર પોલીસ મથકમાં કબ્‍જે થયેલા વિદેશી દારૂના ગુનામાં બે વર્ષથી નાસતો ફરતો શખ્‍સ ગોંડલ રોડ પર આવ્‍યો હોવાની ડીસીપી ઝોન-૧ની એલસીબીના કોન્‍સ. સત્‍યજીતસિંહ જાડેજા, રવિરાજભાઇ પટગીર અને દિવ્‍યરાજસિંહ જાડેજાને બાતમી મળતા ગોંડલ રોડ ચોકડી પપાસેથી ઇકબાલ ઉર્ફે લાંબો હાસમભાઇ પડાયા (ઉવ.૩૨) (રહે. સંઘાડીયા બજાર, માંડવી ચોક, જૂનાગઢ)ને પકડી લીધો હતો. ઇકબાલ ઉર્ફે લાંબો અગાઉ જુનાગઢમાં હત્‍યાની કોશિષ, રાયોટ, અપહરણ અને વિદેશી દારૂના ગુનામાં પકડાઇ ચૂકયો છે. આ કામગીરી પીએસઆઇ બી.વી.બોરીસાગર, એ.એસ.આઇ, આર.એચ.કોડીયાતર, હેડ કોન્‍સ. વિજેન્‍દ્રસિંહ ઝાલા, ધર્મરાજસિંહ જાડેજા, કોન્‍સ. જીતુભા ઝાલા, હિતેશભાઇ પરમાર, દિવ્‍યરાજસિંહ જાડેજા, સત્‍યજીતસિંહ જાડેજા, રવિરાજભાઇ પટગીર દ્વારા કરવામાં આવી હતી.

(3:41 pm IST)