Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

અમૃત પાર્કમાં મહિલાના મકાનમાં ક્રાઇમ બ્રાંચનો

દરોડોઃ તીનપતી રમતા મહિલા સહિત છ પકડાયા ક્રાઇમ બ્રાંચના કોન્‍સ. અમીતભાઇ અગ્રાવત અને કુલદીપસિંહ રાણાની બાતમીઃ ૪૩ હજારની રોકડ કબજે

રાજકોટ તા. ૧૮: રૈયા રોડ પર અમૃત પાર્કમાં એક મકાનમાં મહિલા સંચાલીત ચાલતા જુગારધામ પર ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મહિલા સહિત છ શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ રૈયા રોડ અમૃત પાર્ક શેરી નં. ૬ માં આવેલા એક મકાનમાં કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની ક્રાઇમ બ્રાંચના કોન્‍સ. અમીતભાઇ અગ્રાવત અને કુલદીપસિંહ રાણાને બાતમી મળતા અમૃત પાર્ક શેરી નં. ૬ માં આવેલા મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલીક જલ્‍પાબેન તુષારભાઇ ગણાત્રા તથા જામનગર રોડ ભોમેશ્‍વરવાડી શેરી નં. ૪/૧ માં રહેતા મોહિત કિશોરભાઇ મકવાણા, રૈયા રોડ ગાંધીનગર શેરી નં. ૩ ના જયદીપ મહેશભાઇ મહેતા, જંકશન પ્‍લોટ શેરી નં. ૧ર વેદમાતા એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં. ૧ ના દર્શીત જમનાદાસભાઇ મહેતા, બજરંગવાડી પુનીતનગર શેરી નં. ૧ ના હિરેન મહેશભાઇ મોડ તથા સંતકબીર રોડ આર્યનગર શેરી નં. ૧૯ના જસ્‍મીન ભીમજીભાઇ રામાણીને પકડી લઇ રૂા. ૪૩,૮૦૦ની રોકડ સહિતની મત્તા કબ્‍જે કરી હતી આ કામગીરી પી.આઇ.વાય.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ. જે. હુણ, હેડ કોન્‍સ. ઘનશ્‍યામભાઇ મેણીયા, મયુરભાઇ પટેલ, કિરતસિંહ, અમીતભાઇ અગ્રાવત તથા પદુભા જાડેજા દ્વારા કરવામાં આવી હતી

 

(3:37 pm IST)