Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

લોકો ભલે આપણને નામથી ઓળખે પણ યાદ હંમેશા સ્‍વભાવથી જ કરે છેઃ પૂ.ધીરગુરૂદેવ

કલ્‍યાણ (વે.)માં પ્રથમવાર પર્દાપણ પ્રવચન

રાજકોટ,તા.૧૮: થાણા  જિલ્લાના  કલ્‍યાણ (વેસ્‍ટ)માં પ્રથમ જ વાર પૂ.શ્રી ધીરગુરૂદેવનું આગમન થતાં કળશ ધારી બહેનો સ્‍વાગત યાત્રામાં જોડાયા હતા. ગાંધી ચોક ખાતે ૧૯૯૫માં શાસન ચંદ્રિકા પૂ.હીરાબાઈ મ.સ., પૂ.સ્‍મિતાજી મ.સ.ના  વસીતપ પ્રસંગે જૈનભવનનું નિર્માણ થવા પામેલ.

પ્રવચન મધ્‍યે પૂ.ગુરૂદેવે જણાવેલ કે દુનિયાના લોકો ભલે આપણા નામથી ઓળખતા હોય પણ યાદ હંમેશા આપણા સ્‍વાભાવથી જ કરે છે. તે સ્‍વપ્‍નમાંયે ભૂલવું નહિ!!!

જીવદયા પ્રતીકનો લાભ કસ્‍તુરીબેન શાહ (પાળિયાદવાળા) પરિવાર અને જીવરક્ષા કૂપનનો ભાવિકોએ લાભ લીધેલ.

આવતીકાલે તા.૧૯ના ગુલાબબેન કાનજી મહેતા નૂતન ઉપાશ્રય નામકરણ વિધિ તપસ્‍વી મહેન્‍દ્રભાઈ મહેતા અને ધનલક્ષ્મીબેનના હસ્‍તે કરાશે.

તા.૨૦ના ડોંબીવલી ત્‍યારબાદ થાણા અને તા.૨૫ને શનિવારે ઈલાબેન હરેશભાઈ વ્‍યાસ, સિંધુબાગ- એ, ફલેટ નં.૨૩, તિલક રોડ, ઘાટકોપર (ઈસ્‍ટ) પધારશે. તા.૨૬ના ઉર્વિશ વોરાના નિવાસે ઘાટકોપર મોટા ઉપાશ્રયે મંગલ પ્રવેશ અને ઠાણાંગ સૂત્ર- ભાગ-૩ તથા પ્રેરણા દ્વિ માસિક પૂ.શ્રી ધીરગુરૂદેવ અને અજયભાઈ શેઠ સંવાદ શ્રેણી સાક્ષીભાવ વિશેષાંકની વિમોચન વિધિ યોજાશે

(3:29 pm IST)