Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

સદ્‌્‌ગુણોનું ‘મિલન' : જૈન યુવા અગ્રણી મહેતાનો જન્‍મદિન

કલિયા ખુશી કી ખિલ ગઇ, જબ સે ગુરૂદવ કી કૃપા પાપ્ત

રાજકોટઃતા.૧૮: જૈન યુવા અગ્રણી મીલનભાઈ મહેતા નો આજરોજ જન્‍મદિવસ છે. તેઓ સદગુરૂદેવ પૂ. પારસમુનિ મહારાજ સાહેબનાં સંસારી સગા નાના ભાઈ છે. તેઓ જૈન વિઝન, જૈન મિશન, રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ તથા એનીમલ હેલ્‍પલાઈન કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ સાથે સેવાકીય કાર્યોમાં સંકળાયેલા છે. જૈન મિશન દવારા નીતીનભાઈ મહેતા તથા અન્‍ય મિત્રોનાં સહકારથી છાશ અભિયાન પૂર જોશથી ચાલી રહયુ છે. સ્‍વભાવે  સરળ, ઉમદા,પરગજુ તથા જીવદયાનાં સંસ્‍કારો રગે રગમા વણાયેલા છે.   આજે જન્‍મદિવસે મિલનભાઈ મહેતા ને મિલન કોઠારી, જય ખારા, નીતિન મહેતા, કેતન સંઘવી , પારસ મોદી , યજ્ઞેશ રાજયગુરૂ , હિરેન માકડીયા વગેરે સમાજનાં અગ્રણીઓ તરફથી તેમનાં મોબાઈલ નંબર ૯૮ર૪૮ર૯૦પ૮ પર શુભેચ્‍છા મળી રહી છે.

(3:28 pm IST)