Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

બ્રહ્મનારી શકિત ગ્રુપ દ્વારા બહેનો માટે સ્‍વરોજગારલક્ષી વર્ગો

રાજકોટઃ બ્રહ્મનારી શકિત ગ્રુપ દ્વારા બહેનો માટે સ્‍વરોજગારલક્ષી વિવિધ પ્રોજેકટ દ્વારા આત્‍મનિર્ભર બનાવવા સહિયારો પ્રયાસ કરવામાં આવશે. સંસ્‍થાના રીટાબેન લખલાણી, પ્રતિમાબેન વ્‍યાસ, કલ્‍પનાબેન લખલાણી, ડિમ્‍પલબેન દવે, રૂપલબેન ભટ્ટ, ગીતાબેન પંડયા અને પૂજાબેન પુરોહીત જણાવેલ કે આ પ્રોજેકટ અંતર્ગત બહેનોને સ્‍વરોજગારલક્ષી તાલીમ તેમજ આગામી સમયમાં બહેનો માટે સર્વરોગ નિદાન કેમ્‍પ તેમજ સમર કલાસીસના વર્ગો પણ યોજાશે.

આ અંગે વધુ માહિતી માટે ડિમ્‍પલબેન દવે, ગીતાબેન પંડયા, પૂજાબેન પુરોહીત, રીટાબેન લખલાણી મો.૭૬૦૦૦ ૦૧૮૩૭, કલ્‍પનાબેન લખલાણી મો.૯૪૦૯૦ ૧૪૮૨૦, રૂપલબેન ભટ્ટ, પ્રતિમાબેન વ્‍યાસ મો.૮૧૪૦૩ ૬૦૦૦૦નો સંપર્ક કરવા જણાવાયું છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:24 pm IST)