Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

રાજકોટ એ.જી.ઓફીસ દ્વારા મંગળથી ગુરૂ ક્રિકેટ ટુર્નામેન્‍ટઃ દેશભરમાંથી ૮ ટીમો ભાગ લેશે

રણજી ટ્રોફીના ખેલાડીઓ ભાગ લેશેઃ રેલ્‍વેના ડીઆરએમ અનિલકુમાર જૈનના હસ્‍તે ઉદઘાટન

રાજકોટઃ એ.જી.ઓફીસ રાજકોટની ઓફીસ આઠ વર્ષના લાંબા ગાળા બાદ પヘમિક્ષેત્ર ઇન્‍ડિયન ઓડીટ એન્‍ડ એકાઉન્‍ટસ ડિપાર્ટમેન્‍ટની પヘમિક્ષેત્ર ક્રિકેટ ટુર્નામેન્‍ટ તા.૨૧થી ૨૩ (મંગળથી ગુરૂ) રેલ્‍વેના કોઠી કંપાઉન્‍ડ ક્રિકેટ ગ્રાઉન્‍ડ તથા રાજકોટના મ્‍યુનિસિપાલીટીના રેસકોર્ષ ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે રમાનાર છે.

આ ટુર્નામેન્‍ટમાં એ.જી.અમદાવાદ, એ.જી.નાગપુર, એ.જી.મુંબઇ, એ.જી.જયપુર, એ.જી.રાયપુર, એ.જી.ભોપાલ, એ.જી.ગ્‍વાલીયર અને એ.જી.રાજકોટની ટીમો ભાગ લઇ રહેલ છે. ગત વર્ષે ટુર્નામેન્‍ટમાં એ.જી. રાજકોટ ચેમ્‍પીયન તથા એ.જી.નાગપુર રનર્સ અપ  થયેલ હતી. આ ટુર્નામેન્‍ટમાં જુદી-જુદી રણજી ટ્રોફી ટીમોના નામાંકિત ખેલાડીઓ ભાગ લઇ રહેલ હોય ટુર્નામેન્‍ટ રોમાંચીત બની રહેશે.

ટુર્નામેન્‍ટનું ઉદઘાટન રેલ્‍વેના ડી.આર.એમ શ્રી સુનીલકુમાર જૈન દ્વારા સવારે ૮ કલાકે, રેલ્‍વે ગ્રાઉન્‍ડ ખાતે થશે.

ટુર્નામેનટને સફળ બનાવવા પ્રિન્‍સીપાલ એ.જી.દિનેશ આર.પાટીલ, એ.જી.આર.કે.સોલંકી, સિની.ડી.એ.જી શ્રી થોમસ, સિની ડો.એ.જી., વિનસ ચૌધરી, ડી.એ.જી.કલ્‍પના સામંત તથા વેલફેર ઓફીસર સુનીલ પારેખની આગેવાની નીચે કલબના સેક્રેટરી પ્રતિક ગુપ્તા તથા તેની સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવાઇ રહેલ છે

(4:48 pm IST)