Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

આનંદબંગલા ચોક પાસે અતુલભાઇ તંતીની કાર ગઠીયો હંકારી ગયો

પ્રૌઢની માલવીયાનગર પોલીસમાં ફરિયાદ

 

રાજકોટ,તા. ૧૮ : મવડી રોડ આનંદબંગલા ચોક પાસે રહેતા પ્રૌઢે ઘર પાસે પાર્ક કરેલી કાર કોઇ ચોરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ આનંદ બંગલા ચોક અમૃત મેડીકલની સામે ભોલા મંડપ સર્વિસની ઉપર રહેતા અતુલભાઇ નરસિંહભાઇ તંતી (ઉવ.૫૨) એ માલવીયા નગર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્‍યું છે કે ગત તા. ૨૦/૨ના રોજ પોતાની મારૂતિ -૮૦૦ મોડેલની કાર પોતાના ઘર પાસે પાર્ક કરી હતી. બાદ તા. ૨૨/૨ના રોજ ઘર પાસે પાર્ક કરેલી કાર જોવા ન મળતા પોતે ઘર આસપાસ તપાસ કરી હતી. પરંતુ કાર મળી ન આવતા પોતે માલવીયાનગર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ ગુનો દાખલ કરી એ.એસ.આઇ કે.યુ.વાળાએ તપાસ હાથ ધરી છે.

(4:01 pm IST)