Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

૧૦૦ ટેસ્‍ટ મેચ રમનાર ગુજરાતના એકમાત્ર ક્રિકેટર ચેતેશ્વર પૂજારાને કાલે રાજકોટ લોહાણા મહાજન ફુલડે વધાવશે

સમગ્ર વિશ્વના રઘુવંશી સમાજનું ગૌરવ અને : સમગ્ર દેશમાં માત્ર ૧૩ ક્રિકેટરોએ ૧૪૦ ટેસ્‍ટ મેચ રમવાનું બહુમાન મેળવ્‍યું છે: આવતીકાલે સાંજે સાત વાગ્‍યે કેસરીયા લોહાણા મહાજનવાડી, કાલાવડ રોડ રાજકોટ ખાતે અર્જુન એવોર્ડ વિજેતા ચેતેશ્વર પુજારાનો ભવ્‍ય સન્‍માન સમારંભ: મુખ્‍ય મહેમાનપદે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી તથા અતિથિ વિશેષ તરીકે કોર્પોરેટર મનિષભાઇ રાડીયા હાજર રહેશે: કાર્યક્રમના અધ્‍યક્ષ અને લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ તથા કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતની સમગ્ર ટીમ દ્વારા તૈયારીને આખરી ઓપ

રાજકોટ તા. ૧૮ :.. ભારત સહિત સમગ્ર વિશ્વમાં ક્રિકેટનો જબ્‍બરદસ્‍ત ક્રેઝ છે અને ભારતનું યુવાધન તો ક્રિકેટ પાછળ વર્ષોથી રીતસર ગાંડુતુર છે ત્‍યારે સમગ્ર ભારતમાં માત્ર ૧૩ જેટલા ક્રિકેટરોએ આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ ૧૦૦ ટેસ્‍ટ મેચ રમવાનું બહુમાન મેળવ્‍યું છે.

અસામાન્‍ય સિધ્‍ધિ મેળવનારા આ ૧૩ ક્રિકેટરોમાં વૈશ્વિક રઘુવંશી સમાજનું ગૌરવ અને કર્મભૂમિ તરીકે રાજકોટ સાથે અતૂટ નાતો ધરાવનાર શ્રી ચેતેશ્વર પૂજારાનો પણ સમાવેશ થાય છે.

પ.પૂ.હરીચરણદાસજી મહારાજ (પૂ. ગુરૂદેવ)ના પરમ ભકત, અર્જુન એવોર્ડ વિજેતા અને ૧૦ર ટેસ્‍ટ મેચમાં ૭૧પપ રન ફટકારનાર શ્રી ચેતેશ્વર પૂજારાનો ભવ્‍ય સન્‍માન સમારંભ વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા રાખવામાં આવ્‍યો છે.

આવતીકાલ તા. ૧૯-૩-ર૦ર૩ રવિવારના રોજ સાંજે સાત વાગ્‍યે કેસરીયા લોહાણા મહાજનવાડી, કાલાવડ રોડ, સંકિર્તન મંદિર પાસે રાજકોટ ખાતે યોજાનાર આ સન્‍માન સમારંભમાં મુખ્‍ય મહેમાનપદે રાજકોટ શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઇ મીરાણી તથા અતિથિ વિશેષ તરીકે રાજકોટ મહાનગરપાલિકા સ્‍ટેન્‍ડીંગ કમીટીના સભ્‍ય અને કોર્પોરેટરશ્રી મનિષભાઇ રાડીયા સહિતના શ્રેષ્‍ઠઓ - અગ્રણીઓ મહાનુભાવો હાજર રહેશે.

ભવ્‍ય સન્‍માન સમારંભને સફળ બનાવવા માટે કાર્યક્રમના અધ્‍યક્ષ અને રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખશ્રી યોગેશભાઇ પુજારા, મંત્રીઓ રીટાબેન કોટક અને ડો. હિમાંશુભાઇ ઠકકર, ઓડીટર ધવલભાઇ ખખ્‍ખર, ટ્રસ્‍ટીઓ શ્‍યામલભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, જીતુભાઇ ચંદારાણા,  કિશોરભાઇ કોટક, હિરેનભાઇ ખખ્‍ખર, મનિષભાઇ ખખ્‍ખર, તુષારભાઇ ગોકાણી, દિનેશભાઇ બાવરીયા, હરીશભાઇ લાખાણી, શૈલેષભાઇ પાબારી, જતીનભાઇ કારીયા, રીટાબેન કુંડલીયા, જયશ્રીબેન સેજપાલ, રંજનબેન પોપટ, અલ્‍પાબેન બરછા, ડો. આશીષભાઇ ગણાત્રા, ધવલભાઇ કારીયા, યોગેશભાઇ જસાણી, પ્રદિપભાઇ સચદે, વિધીબેન જટાણીયા, દિપકભાઇ પોપટ સહિતના મહાજન સભ્‍યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

(1:15 pm IST)