Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

રાજકોટ જિલ્લામાં ખેતીના વીજ ગ્રાહકોને રૂા. ૬૦૨ કરોડની સબસીડી

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૮ : રાજકોટ જિલ્લામાં ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજ બીલમાં સબસીડી બાબતે ભાજપના ડો. દર્શિતા શાહના એક પ્રશ્નના ઉત્તરમાં ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્‍યું હતું કે, રાજકોટ જિલ્લામાં ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજ બીલમાં સબસીડી આપવામાં આવે છે.

છેલ્લા બે વર્ષ દરમિયાન રાજ્‍ય સરકાર દ્વારા રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૨૧માં કુલ ૧,૯૪,૧૭૧ ખેતીવાડી વીજ ગ્રાહકોને અને વર્ષ ૨૦૨૨માં કુલ ૧,૯૭,૩૭૪ ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજબીલમાં સબસીડી આપવામાં આવેલ છે.

છેલ્લા બે વર્ષમાં દરમિયાન રાજ્‍ય સરકાર દ્વારા રાજકોટ જિલ્લાના ખેતીવાડી વીજ ગ્રાહકોને રાહત પેટે વર્ષ ૨૦૨૧માં રૂા. ૨૭૨.૮૩ કરોડ અને વર્ષ ૨૦૨૨માં રૂા. ૩૨૯.૮૮ કરોડ આમ કુલ રૂા. ૬૦૨.૭૧ કરોડની સબસીડી આપવામાં આવી છે.

 

(1:07 pm IST)