Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

કોડીનારના શેઢાયા ગામના રામભાઇ સરવૈયાનું બાઇક સ્લીપ થઇ જતાં મોત

દિકરીને મળી વિઠ્ઠલપુરથી પરત આવતી વખતે બનાવઃ રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૮: કોડીનારના શેઢાયા અને વિઠ્ઠલપુર વચ્ચે બાઇક સ્લીપ થતાં ઇજા થતાં શેઢાયા ગામના પ્રોઢને ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ શેઢાયા ગામે રહેતાં રામભાઇ લાખાભાઇ સરવૈયા (ઉ.વ.૫૫) ગઇકાલે સવારે નજીકના વિઠ્ઠલપુર ગામે રહેતી દિકરીના ઘરે આટો મારવા ગયા હતાં. ત્યાંથી બાઇક હંકારી પરત પોતાના ગામ આવી રહ્ના હતાં ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થતાં પડી જતાં ગંભીર ઇજા થતાં કોડીનાર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ વહેલી સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કોડીનાર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર ત્રણ બહેનના ઍકના ઍક ભાઇ હતાં. સંતાનમાં બે પુત્રી અને ત્રણ પુત્ર છે. પોતે ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતાં હતાં.

(12:04 pm IST)