Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

સોશિયલ મીડીયામાં અંગત માહિતી શેર ન કરવી, લાયસન્‍સવાળા સોફટવેરનો જ ઉપયોગ કરવો

‘‘સાઇબર ક્રાઇમથી કંઇ રીતે બચી શકાય?'' પટેલ સેવા સમાજ દ્વારા માર્ગદર્શન સેમીનાર :અભિષેક કલ્‍યાણી, વિશાલ રબારી, ક્રિપાલસિંહ રાણા, મયુર વેગડ અને જૈમિષ પાડલીયાનું માગદર્શન

રાજકોટઃ શ્રી પટેલ સેવા સમાજ રાજકોટ દ્વારા નાગરિકોની જાગૃતતા અર્થે સાયબર ક્રાઇમથી કઇ રીતે બચશો વિષે માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્‍યો હતો.

આ સેમિનારમાં સાયબર ક્રાઇમ રોકવા માટેના નિષ્‍ણાંત શ્રી અભિષેક કલ્‍યાણી(સી.આઇ.ડી.ક્રાઇમ બ્રાન્‍ચ-ગાંધીનગર), શ્રી વિશાલ રબારી(એસ.પી.સાયબર ક્રાઇમ-રાજકોટ), શ્રી ક્રિપાલસિંહ રાણા(એ.એસ.આઇ.વાયરલેસ-રાજકોટ), શ્રી મયુર વેગડ(એ.એસ.આઇ.વાયરલેસ- રાજકોટ) તેમજ શ્રી પટેલ સેવા સમાજના યુવા સંગઠનના કાર્યકર શ્રી જેમીશ પાડલીયાને(સાયબર ક્રાઇમ એકસપર્ટ) સાઇબર ક્રાઇમના વિવિધ પાસાઓની છણાવટ કરીને વિસ્‍તૃત માર્ગદર્શન આપ્‍યુ હતું.

શ્રી વિશાલ રબારીએ જણાવેલ કે સાયબર ક્રાઇમ એટલે શુ? નાગરિકોના ડર, લાલચ અને આળસ, સાયબર બુલ્લીંગ, હેકિંગ, ફિશિંગ, ડેટા થેફટ, ફેક સોશિયલ મીડીયા, ઇ-મેલ સ્‍પુકીંગ, ન્‍યુડ વિડીઓ કોલિંગ, બનાવટી લીંક, ફેક કોલ, કસ્‍ટમર કેર ફ્રોડ, સોશિયલ મોડીયા સિકયોરીટી, સાયબર ક્રાઇમને મદદરૂપ ૧૯૩૦ નંબર વિગેરે મુદ્દાઓ ઉપર વિશે સમજણ આપી હતી. તેમજ શ્રોતાઓના પ્રશ્નોના સરળ તેમજ સાલસ ભાષામાં જવાબો આપ્‍યા હતા.

શ્રી અભિષેક કલ્‍યાણીએ સોશિયલ મીડીયામાં અંગત માહિતી શેર ન કરવા તેમજ લાયસન્‍સવાળા સોફટવેરનો જ ઉપયોગ કરવો. આ મુદાઓ ઉપર થોડી પણ બેદરકારી રાખવામાં આવે તો કેવા ગંભીર પરિણામો આવે તેની સમજ આપી હતી.

શ્રી જેમીશ પાડલીયાએ સાયબર ક્રાઇમમાં સક્રિય રાજયો તેમજ સોશિયલ મીડીયા માટે સીમ નંબર અલગ રાખવા સહિતના મુદાઓની વિશેષ છણાવટ કરી હતી.

શ્રી પટેલ સેવા સમાજના સંગઠન સમિતિના ચેરમેન શ્રી મનીષભાઇ ચાંગેલાએ સંસ્‍થાના વિવિધ કર્યક્રમોના ચિતાર આપી શૈક્ષણિક તેમજ સામાજિક પ્રવૃતિનો ચિતાર આપ્‍યો હતો. શ્રી વિશાલ રબારીનું શ્રી નરેન્‍દ્રભાઇ ડઢાણીયાએ, શ્રી અભિષેક કલ્‍યાણીનું શ્રી હરુભાઇ રતનપરાએ, તથા શ્રી ક્રિપાલસિંહ રાણાનું શ્રી સંદીપભાઇ, સાવલીયાએ તેમજ શ્રી મયુર વેગડનું શ્રી ચંદ્રેશભાઇ અઘેરાએ સાલ ઓઢાડીને સન્‍માન કર્યુ હતું.આ માગદર્શન સેમિનારમાં સંસ્‍થાના પ્રમુખશ્રી, અરવિંદભાઇ પટેલ, ટ્રસ્‍ટીશ્રી નંદલાલભાઇ માંડલીયા, માનદમંત્રીશ્રી કિશોરભાઇ ઘોડાસરા, સહ માનદમંત્રીશ્રી મનીષભાઇ ચાંગેલા, ખજાનચી શ્રી કાંતિભાઇ મકાતી, સમાજ શ્રેષ્‍ઠીશ્રી વલ્‍લભભાઇ વડાલીયા, ટ્રસ્‍ટીશ્રી અમૃતલાલ ડઢાણીયા, શ્રી પટેલ પ્રગતિ મંડળના મંત્રીશ્રી સંજયભાઇ કનેરિયા, ખજાનચીશ્રી જગદીશભાઇ પટેલ, કારોબારી સભ્‍યશ્રી મગનભાઇ વાછાણી ઉપસ્‍થિત રહયા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા યુવા સંગઠન ટીમના ડેનીશભાઇ કાલરીયા, કન્‍વીનર શ્રી વિનુભાઇ ઇસોટીયા, ઇન્‍ચાર્જ શ્રી વિજયભાઇ ગોંધાણી, કો-ઓર્ડીનેટર શ્રી પ્રફુલભાઇ સાપરિયા તથા મહિલા સંગઠનના પ્રભારી શ્રીમતી વિજયાબેન વાછાણી, પ્રમુખ શ્રીમતી હેતલબેન કાલરીયા, ઇન્‍ચાર્જ શ્રીમતી અંજુબેન કણસાગરાએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન શ્રી કેવીનભાઇ અઘેરાએ આભારવિધિ શ્રી વિજયભાઇ ગોંધાણીએ કરેલ હતી. તેમ સંસ્‍થાના માનદમંત્રી શ્રી કિશોરભાઇ ઘોડાસરા મો.૯૯૭૯૯ ૩૩૧૧૧ની યાદીમાં જણાવાયુ છે

(12:04 pm IST)