Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

રીજીયોનલ સાયન્‍સ સેન્‍ટરમાં કાલે વિશ્વ ચકલી દિન ઉજવાશે

રાજકોટ,તા. ૧૮ : રીજીયોનલ સાયન્‍સ સેન્‍ટર - રાજકોટને ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગીકી વિભાગનાં નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્‍સિલ ઓન સાયન્‍સ એન્‍ડ ટેકનોલોજી (ગુજકોસ્‍ટ) હેઠળ વિકસાવવામાં આવેલ છે.

૨૦ માર્ચના વિશ્વ ચકલી દિવસ' ઉજવવામાં આવે છે આ દિવસ ઉજવવાનું મુખ્‍ય હેતુ ચકલીઓ નું સંરક્ષણ' કરવાનું છે, આ દિવસને ઉજવવાની શરૂઆત ભારતમાં નાશિકમાં રહેવાવાળા મોહમ્‍મદ દિલાવરના પ્રયોત્‍નો દ્વારા કરવામાં આવી હતી,તેમની સંસ્‍થા નેચર ફોરએવર સોસાયટી'(ભારત),અને ઇકો-સીસ એકશન ફાઉન્‍ડેશન(ફ્રાંસ),ના સહભાગથી આ દિવસ ઉજવવામાં આવે છે.    

 કાલે ૧૯મી માર્ચ રવિવારના રોજ રીજીયોનલ સાયન્‍સ સેન્‍ટર માધાપર, જામનગર રોડ ખાતે વિશ્વ ચકલી દિવસ'ની ઉજવણી નિમિતે વિવિધ પ્રકારના કાર્યક્રમ યોજવામાં આવેલ છે, જેની આ વર્ષની થીમ છે આય લવ સ્‍પેરો' જેમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ રાખવામાં આવી છે, 

ચકલીઓની ઘટતી જતી સંખ્‍યા માટે માનવજીવન જ જવાબદાર છે.ઇલેક્‍ટ્રોમેગ્નેટિક ના ઓડીયો-વિડીયો તરંગોના રેડિયેશન, માળાના અભાવ, ખોરાકનો અભાવ,જેવા અનેક કારણો છે.જેના જનજાગૃતિની તમામ પ્રવૃત્તિનો લાભ રીજીયોનલ સાયન્‍સ સેન્‍ટરની મુલાકાતે આવનાર કોઈપણ મુલાકાતીઓ વિનામુલ્‍યે લાભ લઇ શકે છે.

(10:54 am IST)