Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

રાજકોટ જિલ્લા પંચાયતમાં ગતિ સાથે પ્રગતિ : ભાજપ શાસનના બે વર્ષ પૂર્ણ

પ્રમુખ ભૂપત બોદરના નેતૃત્‍વમાં ૧૨૬ કરોડથી વધુ રકમના વિકાસકામોઃ વર્તમાન પદાધિકારીઓની મુદત સપ્‍ટેમ્‍બર ૨૦૨૩ સુધીની

સ્‍વર્ણિમ સંભારણુ : રાજકોટ જિલ્લા પંચાયતમાં આજથી બરાબર બે વર્ષમાં પૂર્વે ૧૭ માર્ચ ૨૦૨૧ના દિવસે પંચાયત પ્રમુખની ચૂંટણી માટે યોજાયેલ બેઠકમાં શ્રી ભૂપત બોદરને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ. તે પ્રસંગથી તસ્‍વીરમાં શ્રી બોદર સાથે તત્‍કાલીન કલેકટર રેમ્‍યા મોહન, ડી.ડી.ઓ અનિલકુમાર રાણાવાસિયા, ઉપપ્રમુખ સવિતાબેન વગેરે ઉપસ્‍થિત છે.(ફાઇલ તસ્‍વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપએ સતાની ધુરા સંભાળી તેના આજે ૧૭ માર્ચે બે વર્ષ પુર્ણ થવાના અવસરે  રૂ.૧,૨૬,૩૫૨.૪૭ લાખ ની વિકાસલક્ષી કામગીરીનો ઝાંખી  : પ્રમુખભૂપતભાઈ બોદરે પ્રસ્‍તુત કરી છે. ડબલ એન્‍જનવાળી સરકારના નેતળત્‍વમાં ગુજરાત રાજયે વિકાસના નવા આયામો સર કર્યા છે તેમ તેમનું કહ્યું છે.

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાતમાં કંડારેલી વિકાસની કેડી પર મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વમાં અને પ્રદેશ અધ્‍યક્ષશ્રી સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ ગુજરાત આજે વિકાસના પથ પર નિરંતર ગતિ કરી રહયું છે અને ગુજરાતનો વિકાસ આજે દેશ માટે દિશા સૂચક બની ગયો છે.

નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાતમાં કંડારેલી વિકાસની કેડી પર ગુજરાત આજે વિકાસના પથ પર નિરંતર ગતિ કરી રહયું છે.

માર્ગ અને મકાન વિભાગ હેઠળ રૂ. ૨૮૬૦૩ લાખના ખર્ચે MMGSY યોજના હેઠળ રાજકોટ જીલ્લાના ગામ થી ગામને જોડતા  ૩૯૪.૬૦ કી.મી.ના રોડ રસ્‍તાના ૧૪૪ કામો મંજુર કરવામાં આવ્‍યા. રૂ. ૧૭૨૯૨.૧૨ લાખના ખર્ચે માર્ગ - મકાન વિભાગમાં આર & બી. સ્‍ટેટ દ્વારા રાજકોટ જિલ્લામાં રોડ રસ્‍તાના કામ કરવામાં આવ્‍યા. રૂ. ૨૮૯૯.૮૯ લાખના ખર્ચે PMGSY યોજના હેઠળ ૬૧.૦૫ કી.મી. લંબાઈ ના રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્‍તાર ના રોડ ના કામો કરવામાં આવ્‍યા.

૧૫માં નાણાપંચ અંતર્ગત

રૂ. ૭૩૫ લાખ ના ખર્ચે ૧૫માં નાણાપંચ (૨૦૨૨-૨૩) અંતર્ગત સોલાર રૂફટોપ ,આંગણવાડી તથા શાળાઓમાં R.O. પ્‍લાન્‍ટ ,વેસ્‍ટ કલેક્‍શન માટે E - રીક્ષા , LED લાઈટે ,સી.સી. કેમેરા વગેરે જેવા વિકાસના કામો ગ્રામ્‍ય જનોની સુખાકારી અને સુવિધા માટે મંજુર કરવામાં આવ્‍યા.

આરોગ્‍ય વિભાગ દ્વારા સ્‍વાસ્‍થ્‍ય સુવિધા , આરોગ્‍ય સેવાઓ , રોગ પ્રતિરક્ષણ રસી , મેલેરિયા નાબુદી , આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ , પ્રસુતી અને બાળ આરોગ્‍ય , ચિરંજીવી યોજના , નીરોગી બાળક યોજના ,કસ્‍તુરબા પોષણ યોજના , સંક્રમિત દર્દીઓ માટે તબીબી સહાય યોજના જેવી આરોગ્‍ય વિષયક સેવા માટે રાજકોટ જિલ્લામાં આરોગ્‍ય વિભાગ દ્વારા રૂપિયા ૫૪૬૦ લાખ ખર્ચવામાં આવ્‍યા.

 નવા કલાસ રૂમ , બોય - ગર્લ્‍સ ટોઇલેટ બ્‍લોક, સ્‍ટ્રેંથીંગ ઓફ સ્‍પોર્ટ્‍સ , સેફટી એન્‍ડ સિકયુરિટી એટ સ્‍કુલ લેવેલ , પ્રતિભાશોધ યોજના ,પીવાના પાણીની યોજના ,સ્‍વચ્‍છતા, પુસ્‍તકાલય , ફર્નીચર , મોર્ડનનાઈઝેશન , શાળાઓમાં પેવર બ્‍લોક , સ્‍કુલ રિપેરિંગ,સમગ્ર શિક્ષા અભિયાન વગેરે જેવી શાળાઓની પાયાની સુવિધા અને અપગ્રેડેશન માટે શિક્ષણ વિભાગ દ્વારા રાજકોટ જિલ્લાની શાળાઓ માટે રૂપિયા  ૯૭૨૬.૪૮      લાખનો ખર્ચ કરવામાં આવ્‍યો છે.

ઉપરાંત વિવેકાધીન ગ્રાન્‍ટ, પશુપાલન, જલજીવન મિશન, મનરેગા, સ્‍વભંડોળ વગેરેમાંથી મતબાર રકમના કામ કરવામાં આવ્‍યા છે.

ધારાસભ્‍ય જયેશ રાદડિયા તથા ડેરી ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા સાથે      સહિયારા પ્રયાસથી અમુલ ફેડ - ૨ ના ૫૦૦ કરોડના પનીર તથા મિલ્‍ક પાવડરના પ્‍લાન્‍ટને  મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ દ્વારા મંજુર કરવમાં આવેલ જેનું ઈ - ખાતમુર્હત વડાપ્રધાન  નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવેલ. આ પ્રોજેક્‍ટથી પશુપાલકો તથા રોજગારીમાં ફાયદો થશે.

રાજકોટ જિલ્લાના તમામ ગામો માં જે સ્‍મશાનમાં સ્‍મશાન ખાટલાની જરૂરીયાત હશે તે તમામ          ગામોમાં સ્‍મશાન ખાટલા  માટે સ્‍વ ભંડોળની ગ્રાન્‍ટ માંથી આધુનિક સ્‍મશાન ખાટલા આપવામાં આવશે.

સરકારની તમામ યોજનાઓનો લાભ ગ્રામ્‍ય લેવલે ૧૦૦ % પહોચે તે માટે પાયલોટ પ્રોજેક્‍ટ રૂપે કસ્‍તુરબાધામ સીટના ૧૯ ગામોમાં યોજનાકીય કેમ્‍પ કરવામાં આવ્‍યા. જેમાં ૨૩૪૧ લાભાર્થીઓએ લાભ લીધો. તેમ ભૂપત બોદર જણાવે છે

(12:12 pm IST)